અમદાવાદ હાઈવે પર બેટી ગામ પાસેનો બનાવ

બેફામ દોડતાં ડમ્પર ચાલકે એસટી બસની સાઈડ દબાવી ડ્રાઇવર પર ટોમીથી હુમલો કર્યો

Crime | Rajkot | 01 May, 2024 | 04:36 PM
ડમ્પર ચાલક સહિત ચાર શખ્સોએ બસમાં તોડફોડ કરી એસટી ડ્રાઇવરને મારી નાખવાની ધમકી આપી: ઇજાગ્રસ્ત ભુપેન્દ્રસિંહ પરમારને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા: સામાપક્ષે પણ યુવાન ઘવાયો: એરપોર્ટ પોલીસે ડમ્પર ચાલક સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી:
સાંજ સમાચાર

રાજકોટ. તા.1
અમદાવાદ હાઈવે પર બેરોકટોક દોડતાં ડમ્પર ચાલકો અવારનવાર અકસ્માત સર્જી લોકોને મોતના મુખમાં ધકેલી દેતાં હોય છે. તેમજ છાસવારે માથાકૂટના બનાવો પણ સામે આવતાં રહેતાં હોય છે. ત્યારે ગઈકાલે બેટી ગામ પાસે ડમ્પર ચાલકે એસટી બસની સાઈડ દબાવતાં ડ્રાઇવરે ડમ્પર ચાલકને ટપારતાં ચાર શખ્સોએ ટોમીથી હુમલો કરી એસટી બસમાં તોડફોડ કરી હતી. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા એસટી બસ ચાલકને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે એરપોર્ટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે મૂળીના ભારાજીયા ગામમાં રહેતાં ભુપેન્દ્રસિંહ અજીતસિંહ પરમાર (ઉ.વ.37) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ડમ્પર નં. બીડબ્લ્યુ 6549 નો ચાલક, નારાજ મેતાજી અને અજાણ્યાં બે શખ્સોના નામ આપતાં એરપોર્ટ પોલીસે આઇપીસી 332, 427,504,506(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ એસટીમાં  ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ બસ નં. જીજે.18.ઝેડ. ટી.1994 લઈ સુરેન્દ્રનગર થી રાજકોટ તરફ આવતાં હતાં ત્યારે અમદાવાદ હાઇવે પર બેટી ગામમાં આવેલ બુટ ભવાની ફેટલની સામે હાઇવે રોડ પર બસ પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવેલા ડમ્પર નં. જીજે.03. બીડબ્લ્યુ.6549 ના ચાલકે ડમ્પર બસની સાઈડમાં દબાવતાં અકસ્માતનો ભય ઉભો થતાં ફરિયાદીએ બસ ઉભી રાખી ડમ્પરના ચાલકને સમજવવા જતાં ઉશ્કેરાયેલા ડમ્પર ચાલક અને તેની સાથેના અન્ય ત્રણ શખ્સોએ ગાળો આપી ડમ્પરમાંથી ટોમી કાઢી હુમલો કરતાં ફરિયાદીને હાથમાં અને છાતીમાં ગંભીર ઇજા પહોંચી હતી. 

ઉપરાંત આરોપીએ એસટી બસના કાચમાં પથ્થરના છુટા ઘા કરતાં બસની આગળનો કાચ તૂટી ગયો હતો. તેમજ આરોપીએ એસટી બસના ચાલકને જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્ત ભુપેન્દ્રસિંહ પરમારને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

જ્યારે સામાપક્ષે નવાગામમાં રહેતાં દેવરાજભાઈ ઘોઘાભાઈ ગાંગણીયા (ઉ.વ. 21) સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ થયેલ હતો અને હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે ત્રણ વાગ્યે ભવાની હોટેલ પાસે હતો ત્યારે અજાણ્યાં શખ્સોએ ટોમી વડે હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj