રાજકોટ,તા.8
ઉનાળુ વેકેશન પડતાની સાથે યાત્રીકોનો મોટા પ્રવાહ આ વર્ષે હરીદ્વાર ચાર ધામની યાત્રાએ જવા ઉત્સુક બનતા મે-જુન માસમાં હરીદ્વાર જતી સાપ્તાહિક એકસપ્રેસ ટ્રેનમાં ક્ધફર્મ ટીકીટ મળવી મુશ્કેલ છે બે માસ પૂર્વે જ તમામ શ્રેણીની ટીકીટો બુક થઈ જતા રાજકોટ-હરીદ્વાર ઉતરાંચલ એકસપ્રેસ ટ્રેનમાં ટીકીટ મેળવવા હવે તત્કાલ બુકિંગ સિવાય કોઈ વિકલ્પ નથી.
રાજકોટથી હરીદ્વાર દહેરાદુન જવા માટે દર સપ્તાહે ઓખા દહેરાદુન ઉતરાંચલ એકસપ્રેસ દોડી રહી છે. આ ટ્રેનમાં મે, જૂન માસમાં તમામ શ્રેણીની ટીકીટો બુક થતા ટ્રેનોમાં મોટું વેઈટીંગ જોવા મળી રહ્યું છે. સ્લીપર અને એસી શ્રેણીમાં મોટું વેઈટીંગ છે.
ઉનાળુ વેકેશનમાં આ વર્ષે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસી યાત્રીકોએ હરીદ્વાર અને ચાર ધામ જવા ઉત્સુક બન્યા છે. ગત એપ્રિલ માસથી રાજકોટ- હરીદ્વારની સાપ્તાહિક ટ્રેનો ફુલ થઈ હતી. મે અને જૂન એમ બે માસ સુધી આ સાપ્તાહિક ટ્રેનમાં સ્લીપર એસટી શ્રેણીમાં કન્ફર્મ ટીકીટ ઉપલબ્ધ નથી. 50થી 100ને પાર વેઈટીંગ રહ્યીં છે
હાલના દિવસોમાં હરીદ્વાર જતા યાત્રીકોને તત્કાલ ટીકીટ પર આધાર રાખવો પડે છે. રાજકોટ ઉપરાંત અમદાવાદથી ડેઈલી ઉપડતી હરીદ્વારની ટ્રેનમાં પણ 100ને પાર વેઈટીંગ જોવા મળી રહ્યું છે. આ વર્ષે યાત્રીકોનો મોટો પ્રવાહ હરીદ્વાર તરફ જવા રવાના થઈ રહ્યો છે.
રાજકોટથી હરીદ્વાર જવા માટે સપ્તાહમાં એક જ ટ્રેન હોવાથી તે ફુલ દોડી રહી છે હરીદ્વાર જવા સ્પે. ટ્રેનો દોડાવવા મુસાફર વર્ગની માંગણી ઉઠી છે. સાપ્તાહિક ટ્રેનમાં પણ વધારે કોચ જોડવા માંગણી ઉઠી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy