સાયકલોનિક સર્કયુલેશન છવાયુ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સવારથી ફરી હવામાન પલ્ટો

Saurashtra | Rajkot | 16 April, 2024 | 11:51 AM
અમરેલી-ગીરસોમનાથ- ભાવનગર અને ઉત્તર ગુજરાતમાં બે દિવસ ગાજવિજ સાથે વરસાદની આગાહી
સાંજ સમાચાર

રાજકોટ,તા.16
રાજકોટ-સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં વિવિધ ભાગોમાં આજે સવારે ફરી એકવાર હવામાન પલ્ટાની અસર દેખાઈ હતી.અને વાદળછાંયુ વાતાવરણ છવાયું હતું.દરમ્યાન આજે સવારે રાજકોટમાં, પણ ચોમાસા જેવુ વાતાવરણ છવાયું હતું.આજે સવારે 8.30 કલાકે રાજકોટનું તાપમાન 29.6 ડિગ્રી, અને લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું હતું.

જયારે હવામાં ભેજ 65 ટકા રહ્યો હતો અને પવની સરેરાશ ઝડપ 9 કી.મી.રહેવા પામી હતી.જયારે જામનગર શહેરમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે આમ જોઈએ તો છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીએ  રહે છે તેની સાથે સાથે લઘુતમ તાપમાન નો પારો પણ 26.5 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે ભેજના પ્રમાણમાં  5 ટકાનો ઘટાડો નોંધાય રહ્યો છે  આજે ભેજનું પ્રમાણ 67 ટકા પહોંચી ગયું છે જ્યારે પવનની ગતિ 6.9 ની નોંધાય છે 

આકાશમાં સવારથી વાદળો હું સામ્રાજ્ય છવાયેલું રહે છે.સાથે સૂર્યપ્રકાશ થતા જ આકાશ સ્વચ્છ બનતા જ ગરમીનું જોર પણ વધે છે. અને શહેરમાં સવારે અને રાત્રિના સમયે પવન હોવાના કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે અને હજુ પણ મિશ્ર ઋતુના કારણે તાવ શરદી ઉધરસ અને વાયરલના કેસો જોવા મળી રહ્યો છે ઉનાળાની તીવ્ર ગરમી પડી રહી નથી જેથી લોકો રાહત અનુભવી રહ્યા છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયુ હતું.જ્યારે લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી અને શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું આમ પવનની ગતિ પ્રતિકલાક 6.9 કિલોમીટર નોંધાઇ છે.

દરમ્યાન રાજય હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત ઉપર સાયકલોનિક સર્કયુલેશન છવાયું છે. જેનાં કારણે  હજુ આવતા બે દિવસ રાજયના વિવિધ ભાગોમાં વાદળીયું વાતાવરણ છવાયેલુ રહેશે.અને અમરેલી-ગીરસોમનાથ તથા ભાવનગર જિલ્લામાં અને ઉત્તરગુજરાતનાં અમૂક જિલ્લાઓમાં આવતા બે દિવસ દરમ્યાન ગાજવિજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj