રાજકોટમાં સતત બીજા દિવસે કાળઝાળ ગરમી: આજે પણ 42 ડિગ્રી વટાવશે

Saurashtra | Rajkot | 08 May, 2024 | 04:15 PM
બપોરે અઢી કલાકે 41.4 ડિગ્રી: કાલથી ગરમી થોડી ઘટશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.8
રાજકોટ શહેરમાં ગઈકાલે 42.7 ડિગ્રી તાપમાન સાથે 43-ડિગ્રી નજીક ઉષ્ણતા પારો પહોંચી ગયુ હતું. ત્યારે આજે સતત બીજા દિવસે પણ શહેરનું તાપમાન 43-ડિગ્રી નજીક પહોંચી જાય તેવી પુરી શકયતા છે.

આજે બપોરે 2.30 કલાકે રાજકોટનું તાપમાન 41.4 ડિગ્રી નોંધાયુ હતું.અને હવામાં ભેજ 22 ટકા રહ્યો હતો. જયારે પવન ઝડપ 10 કી.મી પ્રતિ કલાક રહેવા પામતા આજે પણ અંગ દઝાડતી લૂં અનુભવાઈ હતી. દરમ્યાન આજે સવારે 8.30 કલાકે શહેરનું તાપમાન 29.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું.

જયારે સવારે હવામાં ભેજ 71 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 10 કી.મી. રહેવા પામી હતી.દરમ્યાન હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ ફરી આવતી કાલથી ગરમીમાં થોડી રાહત રહેશે.આવતીકાલથી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે નોંધાશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj