હિંગોળગઢ મંગેતરને ઉતારી પરત ફરતાં બાખલવડના યુવકને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસ કર્યો

Crime | Jasdan | 01 May, 2024 | 12:13 PM
જસદણના નજીક સોમનાથ જીનિંગ પાસેનો બનાવ: સુનિલ પલાળીયાની બાઇકને પાછળથી કારના ચાલકે ઠોકર મારી ફંગોળી નાસી છૂટ્યા: યુવકને માથામાં હેમરેજ અને પગમાં ફેક્ચર થતાં ગંભીર હાલતમાં સારવારમાં રાજકોટ ખસેડાયો
સાંજ સમાચાર

રાજકોટ, તા.1
જસદણના નજીક સોમનાથ જીનિંગ પાસેનો હિંગોળગઢ મંગેતરને ઉતારી પરત ફરતાં બાખલવડના યુવકને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવારમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હત્યાનો પ્રયાસ કરનાર હિંગોળગઢના હાર્દિક સતીષ મકવાણા અને જીતેષ કંટેશીયા હોવાનું ખુલતાં જસદણ પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

બનાવ અંગે જસદણના બાખલવડમાં રહેતાં રત્નાભાઇ વિઠ્ઠલભાઇ પલાળીયા (ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હાર્દિક સતીષ મકવાણા અને જીતેષ કંટેશીયા (રહે. બંને હિંગોળગઢ, વીંછીયા) નું નામ આપતાં જસદણ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે અને સંતાનમાં બે પુત્ર છે જેમાં મોટો પુત્ર વિજય અને નાનો પુત્ર સુનીલ છે. સુનીલને હીંગોળગઢ ગામના હરજીભાઇ નાગડકીયાની પુત્રી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સબંધ હોય જેથી તેણીના પિતાએ સગપણની હા પાડતા સગાઇ કરવાની હતી. તેમજ સુનીલ હીંગોળગઢ જતો આવતો અને યુવતી પણ તેઓના ઘરે આવતી હતી.

ગઈ તા.27/04/2024 ના તેઓ ઘરે હતા ત્યારે તેમના કાકા અમરશીભાઇનો ફોન આવેલ કે,  સુનીલ વિંછીયા તરફથી બાઈક લઇ આવતો હતો ત્યારે સોમનાથ જીનીંગ પાસે અકસ્માત થયેલ છે અને તેમને સારવાર અર્થે જસદણ ખસેડેલ છે.  જેથી તેઓ પતિ-પત્ની સરકારી હોસ્પીટલ ગયેલ ત્યારે જાણવા મળેલ કે, સુનીલને વધું ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ છે. જેથી તેઓ કુટુંબીભાઈઓ સાથે રાજકોટ દોડી ગયેલ ત્યારે જાણવા મળેલ કે, સુનીલને માથામાં હેમરેજ,  મણકામાં અને પગમાં ફેકચર હોવાનું જાણવા મળેલ હતું.

ત્યારબાદ જાણવા મળેલ કે, આ બનાવ અકસ્માતનો નથી પરંતુ તેનો પુત્ર તા.27 ના હીંગોળગઢ તેમની સાથે સગાઇ નક્કી કરેલ હોય તે યુવતીને ફરવા લઇ ગયેલ અને પરત હીંગોળગઢ મુકીને નીકળેલ ત્યારે કાર ચાલકે સુનીલની હત્યા કરી નાંખવા માટે કાર પાછળ કરીને ઠોકર મારેલ હતી. તેમજ ફરિયાદીના કુટુંબીએ જણાવેલ કે, ગઇ તા.27 ના બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ  લાલાવદર બસસ્ટેન્ડથી થોડે આગળ વિંછીયા રોડ તરફ સુનીલ હીંગોળગઢ તરફથી સ્પીડમાં બાઈક લઇ નીકળેલ અને તેની પાછળ બ્લેક કલરની કારના ચાલકે અકસ્માત કરતાં સુનિલે બાઈક પાછું વાળતાં કારચાલકે પણ કાર પાછી વાળી હતી. તેમજ બાઇકની પાછળ અલ્ટો કાર  પીછો કરતી પાછળ નિકળેલ હતી.

તેમજ ગાડીના નંબર લાલાવદર ગામે સી.સી.ટી.વી.માં ચેક કરતા જીજે.04.સીઆર 0493 હતી. જે ગાડી બાબતે જાણવા મળેલ કે, હિંગોળગઢ ગામનો હાર્દીક મકવાણા અને તેમનો મિત્ર જીતેષ કટેશીયા સુનિલની હત્યા કરવા માટે બાઈક પાછળ કાર ભગાડી બાઇકને પાછળથી ઠોકર મારી જીવલેણ હુમલો કરેલ હતો. 

બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી પીઆઈ ટી.બી.જાનીની રાહબરીમાં યુવાનને કારની ઠોકરે હત્યાનો પ્રયાસ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. 

♦ કારમાં હિંગોળગઢના હાર્દિક સતીષ મકવાણા અને જીતેષ કંટેશીયા હોવાનું ખુલતાં જસદણ પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj