રાજકોટ,તા.1
ગોંડલ પંથકમાં રહેતી પરિણીતા અને બ્યુટીપાર્લર સંચાલીક પર અનીળા (ભાલોડી)ના મહેશ ઉર્ફે મુન્ના મકવાણા નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર દુષ્કર્મ ગુજારી મીસ કેરેટ કરાવી નાંખી બાદમાં પરીવારનો ડર બતાવી ફરીવાર દેહ ચુંથ્યો હતો. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સંકજામાં લેવા તજવિજ હાથ ધરી હતી.
બનાવ અંગે ગોંડલ પંથકમાં રહેતી 27 વર્ષીય બ્યુટી પાર્લર ચલાવતી પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેશ ઉર્ફે ગુનો દિલીપ મકવાણા (રહે.અનીડા (ભાલોડી)નું નામ આપતાં ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે આરોપીએ તેમને પ્રેમજાળમાં ફસાવી તેણી તેની માતાના ઘરે આંટો મારવા ગઈ ત્યારે ઘરમાં આવી અને દુષ્કર્મ ગુજાયું હતું.
બાદમાં આરોપીએ પરિણીતાને સમાજમાં બદનામ કરી દેશે તેવો ભય બતાવ્યો હતો તેમજ ભોગ બનનારને ત્રણ વાર મિસ કેરેજ પણ થઈ જતા આરોપીએ તેણીને પરિવારનો ભય બતાવી તેણીને પોતાની સાથે અલગ-અલગ સ્થળોએ લઈજઈ ત્રણ-ચાર વાર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અંતે કંટાળેલી પરિણીતાએ તેમના પતિને જાણ કરતા ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ પુછતાછ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy