બનાસકાંઠામાં મેઘરાજાની સટાસટી: દાંતામાં ચાર કલાકમાં જ 8 ઈંચ ખાબકયો

Gujarat, Saurashtra | Ahmedabad | 04 July, 2024 | 04:39 PM
સરકારી હોસ્પિટલ અને ઘરોમાં પાણી ઘુસ્યા: સાબરકાંઠાનાં ઈડરમાં-4 ઈંચ: કડીમાં પણ સવાપાંચ ઈંચ પડયો
સાંજ સમાચાર

અમદાવાદ,તા.4
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. લાખણી, દાંતીવાડા અને હવે દાંતામાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યા છે. આજે (ચોથી જુલાઈ) સવારેના 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દાંતાની સરકારી હોસ્પિટલ, સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

દાંતા આજે સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. આ ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું હતું. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. મોટાભાગના ખેતરો પણ બેટમાં ફેરવાઇ ગયા હતા. દાંતા તાલુકામાં અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દાંતા, વડગામ, પાલનપુર અને અમીરગઢમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જો બનાસકાંઠામાં સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીના વરસાદના આંકડાની વાત કરીએ તો, દાંતામાં સૌથી વધુ 8 ઈંચ, વડગામમાં 2 ઈંચ, પાલનપુરમાં 2 ઈંચ અને અમીરગઢમાં 8 મિ.મી. વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ
સાબરકાંઠામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. સવારે 4 થી 8 વાગ્યાં સુધીમાં મેઘો મનમૂકીને વરસ્યો હતો. સૌથી વધુ 4 ઇંચ વરસાદ ઈડરમાં નોંધાયો હતો. તો હિંમતનગરમાં 2 ઈંચ વરસાદ ખાબક્તા રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. પ્રાંતિજમાં 1.5 ઈંચ વરસાદ નોંધાતા ધરતી પુત્રોમાં આનંદ છવાયો હતો. હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

વાત્રક નદીનો ચેકડેમ ઓવરફ્લો
અરવલ્લીમાં મેઘરજના સરહદી ગામડાઓ અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે ચેકડેમ ઓવરફ્લોના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉપર વાસ તેમજ ભિલોડામાં પડેલા વરસાદના કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ હતી. 

આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.

બંગાળના ઉપસાગરમાં છઠ્ઠી જુલાઈ અને આઠમી જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આઠમીથી 16મી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj