દક્ષિણ ગુજરાતમાં 1 થી 4.5 ઇંચ: સૌરાષ્ટ્રમાં પણ 0.5 થી 3 ઇંચ

Gujarat, Saurashtra | Rajkot | 29 June, 2024 | 11:26 AM
રાજ્યમાં મેઘમહેર યથાવત: ઉંમરગમમાં 4.5, નવસારી-પલસાણામાં ચાર, અમરેલી જિલ્લામાં 0.5 થી 3, ભાવનગર જિલ્લામાં 0.5 થી 1.5, મોરબી જિલ્લામાં પણ 0.5 થી 1 ઇંચ
સાંજ સમાચાર

રાજકોટ, તા.29
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલે પણ હળવો-ભારે વરસાદ યથાવત રહ્યો હતો. રાજ્યનાં 159 તાલુકાઓમાં 0ાા થી 4.5 ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. સૌથી વધુ ઉમરગામમાં 4.5, નવરસારી-પલસાણામાં ચાર-ચાર ઇંચ તથા અમરેલી જિલ્લામાં 0.5 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 159 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો હતો. નવસારી અને પલસાણામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા 24 કલાકમાં નવસારીમાં 106 મિ.મી., પલસાણામાં 103 મિ.મી., જલાલપોરમાં 87 મિ.મી., ઉમરગાવમાં 86 મિ.મી., ખેરગામમાં 75 મિ.મી., વાલોડમાં 64 મિ.મી., બોટાદમાં 61 મિ.મી., ગણદેવીમાં 59 મિ.મી., વાપીમાં 58 મિ.મી, બારડોલીમાં 53 મિ.મી, ચીખલીમાં 52 મિ.મી., વ્યારામાં 50 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં 47 મિ.મી., સુરતના મહુવામાં 47 મિ.મી., ઓલપાડમાં 45 મિ.મી, કામરેજમાં 45 મિ.મી., ધરમપુરમાં 43 મિ.મી., સૂત્રાપાડામાં 42 મિ.મી., બાવળામાં 42 મિ.મી., રાજુલા અને પારડીમાં 40 મિ.મી., ગારિયાધારમાં 38 મિ.મી., સુરત શહેરમાં 36 મિ.મી., ડોલવણમાં 36 મિ.મી., રાપરમાં 35 મિ.મી., વાગરામાં 33 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં મોડે મોડે મેઘરાજા રીઝતા હતા. પરંતુ શુક્રવારે દિવસ દરમિયાન ઠેર-ઠેર ભારેથી હળવો ખેતીલાયક વરસાદ પડવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ઉમરગામમાં નોંધાયો હતો. જ્યારે નવસારી જિલ્લામાં સરેરાશ 1.2 ઈંચ વરસાદ વરસ્યો હતો. તો તાપી જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 

દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ હવામાન વિભાગની આગાહીના પગલે રાજુલા પંથકમા સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતું. રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમા ડુંગર, માંડળ, મોરંગી, કુંભારીયા, દેવકા, ખાંભલીયા, માંડરડી સહીતના ગામડાઓમા વરસાદ પડયો હતો. ડુંગર ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

રાજુલા પંથકમાં આ ચોમાસાની ૠતુનો પ્રથમ સારો એવો વરસાદ પડયો છે. વરસાદને પગલે અસહ્ય ગરમી બાદ વાતાવરણ ઠંડક પ્રસરી હતી. સ્થાનિક ખેડૂત આગેવાન રમેશભાઇ વસોયાએ જણાવ્યુ હતુ કે, આ વરસાદ પડતા ખેડૂતોએ કપાસ, સીંગ પાકનું વાવેતર કરવામા આવ્યુ છે સારો વરસાદ પડયો છે તેમજ અત્યાર સુધી વાવણી ન હતી અને ખેડૂતોની મીટ આકાશ ઉપર મૈડાયેલ હતી. જેથી કુદરતે વાલ વરસાવી અને સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી અને હવે ખેડૂતો વાવણી કરશે.

તારીખ 28 જુન 2024 શુક્રવારના રોજ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેવા કે મોટાભમોદ્રા, પિયાવા, વંડા,શેલણા માં સારો એવો વરસાદ પડ્યો હતો. અંદાજે એકાદ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદની આગાહી હતી ત્યારે 28 જૂન શુક્રવારના રોજ સાવરકુંડલાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

ઉપરાંત ભાવનગર જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર ચાલુ રહી છે. જિલ્લાના ગારીયાધાર માં દોઢ ઇંચ ,પાલીતાણા અને સિહોર માં એક- એક ઇંચ, જેસર,ભાવનગર શહેર અને તળાજા માં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યો છે. 

ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં સવારે અને બપોરે વરસાદી ઝાપટા વરસી ગયા હતા. જ્યારે જિલ્લાના ગારીયાધારમાં  ધોધમાર દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવો ભારે વરસાદ પડ્યો છે. 
છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 3, ઉમરાળા 3,ભાવનગર શહેર 14, ઘોઘા 11 ,શિહોર 21,ગારીયાધાર 38 ,પાલીતાણા 28 ,તળાજા 17 અને જેસરમાં 19 મી.મી. વરસાદ નોંધાયો છે. 

ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 31.2 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 26.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 10 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

જયારે મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ત્રણ તાલુકામાં છેલ્લી 24 કલાકમાં વરસાદ નોંધાયેલ છે અને ધીમીધારે અડધાથી લઈને એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે હળવદ તાલુકાના નવા ઇશાનપુર ગામે આકાશી વીજળી પડી હતી જેથી કરીને ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ ગયા હતા.

ગઇકાલની જેમ આજે પણ બપોરથી વરસાદ શરૂ થયો હતો અને મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ત્રણ તાલુકામાં ગઇકાલે વરસાદ નોંધાયેલ છે જેમાં હળવદમાં એક ઇંચ, મોરબીમાં પોણો ઇંચ અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જો કે, માળીયા અને વાંકાનેર તાલુકામાં વરસાદી માહોલ હતો તેમ છતાં વરસાદ પડ્યો ન હતો અને કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ હતો. અને ધીમીધારે આકાશમાંથી કાચું સોનું વરસ્યું હતું જેથી કોઈ જગ્યાએ નુકશાનીના સમાચાર ન હતા

પરંતુ મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં નવા ઈસનપુર ગામે ટપુભાઈ પ્રેમજીભાઇના રહેણાંક મકાન ઉપર વીજળી પડી હતી જેથી કરીને તેઓના ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા જો કે, ઘરના સભ્યો ઘરમાં જ હોવા છતાં સદભાગ્યે કોઈ જાનહાની થયેલ નથી અને મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં બે થી છ વાગ્યા સુધીમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે.

તેમજ જામનગર શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસતા નથી.જેના લીધે ગરમી અને બફરાથી શહેરીજનો ભારે બફરા વધતા ત્રાહિમામ  થઈ રહયા છે.ત્યારે મહતપ તાપમાન નો 35.3 નોંધાયું હતું.

જિલ્લાકલેક્ટર ક્ધટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ   આજે સવારે (કોસમાં મોસમનો કુલ વરસાદ) જામનગર શહેરમા 2 (41) મિમી,,જોડિયામાં 7 (46)મિમી અને કાલાવાડમાં 2 (121) મિમી વરસાદ નોંધાયો હતો

જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પી.એચ.સીમા છેલ્લા 24 કલાકમાં જામનગર તાલુકાના વસાઈમાં 2 મિમી ,જામ વંથલીમાં 5 મિમી,વરસાદ તો જોડિયાના  બાલભામાં 4 મિમી,પીઠડ માં 19 મિમી વરસાદ નોંધાયો હતો. તો કાલાવડ તાલુકાના નવાગામમાં 5 મિમી,પાંચ દેવડામાં 22 મિમી,ખરેડીમાં 12 મિમી,વરસાદ નોંધાયો હતો.

આગામી પાંચ દિવસ ક્યાં ભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 29 તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરા સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી છે.

તો 30 જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે પહેલી જુલાઈએ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, તો બીજી જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ત્રીજી જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આજે ક્યાં વરસાદ પડશે
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદમાં, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આજે (29 જૂન) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદમાં, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj