મોરબીથી દુબઈ ટાઇલ્સના 51 કન્ટેનર મોકલાવનાર એક્સપોર્ટ ટ્રેડિંગનું કામ કરતાં યુવાન સાથે 2.38 કરોડની છેતરપિંડી

Crime | Morbi | 13 June, 2024 | 01:42 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.13
મોરબીમાંથી દેશ અને વિદેશમાં ટાઇલ્સ મોકલાવવામાં આવે છે અને ઘણી વખત પાર્ટી કે પછી મીડિયેટર દ્વારા યેન કેન પ્રકારે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરવામાં આવે છે આવી જ એક ઘટના હાલમાં સામે આવેલ છે.

જેમાં મોરબીમાં રહેતા અને એક્સપોર્ટ ટ્રેડિંગનું કામ કરતાં યુવાને મોરબીથી દુબઈ પાર્ટીને 51 ક્ધટેનર ટાઇલ્સ ભરીને મોકલવેલ હતી જો કે, માલા મંગાવનાર અને માલ મોકલાવનાર એજન્ટે સીપીંગના નિયમોનુ ઉલંઘન કરી કાવતરૂ રચી બધો જ માલ દુબઇના પોર્ટ ઉપરથી સગેવગે કરી નાખેલ છે અને 2.38 કરોડની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગોરખીજડીયા રહેવાસી અને હાલમાં મોરબીમાં રામકો બંગ્લોઝ ની પાછળ લીલાપર કેનાલ રોડ તેજસ પાર્ક પાસે આવેલ સ્વર્ગ વિહાર ફ્લેટ નં 702 માં રહેતા અને એક્સપોર્ટ ટ્રેડિંગનું કામ કરતાં કપિલભાઇ કાંતિલાલ ગોરીયા જાતે પટેલ (26)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને માલ મંગાવનાર PURE STONE FOR STON FIXING L.L.C.  માલીક મહમદ દુદમક,PURE STONE FOR STON FIXING L.L.C. ના ફાઇનાન્સ મેનેજર રમીઝ રહે બન્ને અલ સલામ સ્ટ્રીટ, સી-13, ઇસ્ટ 9-2, 3 જો માળ, અબુધાબી, દુબઇ (Al salam Street, C13-East 9-2, 3rd Floor, office 01, Abu Dhabi, United Arab Emirates.) તેમજ માલ મોકલનાર શિપિંગ વાળા એજન્ટ Global Cargo Logistix Pvt. Ltd. ના માલીક પ્રભાકરણ ગોપાલાસ્વામી અને Global Cargo Logistix Pvt. Ltd. ના માલીક રવી ચાંદની રહે- બન્ને ઓલ્ડ નં -89, ન્યુ નં- 181, થાંબુ ચેટી સ્ટ્રીટ મનાડી, ચેન્નઇ- 600011 તમીલનાડુ અને તપાસમા ખુલે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર એમ્પાયર 36 માં પહેલો માળે દુકાન નં 102 તેની એક્સપોર્ટ ટ્રેડિંગની ઓફિસ આવેલ છે અને ત્યાંથી તા. 14/8/2023 થી આજ દિન સુધી આરોપી આરોપી PURE STONE FOR STON FIXING L.L.C. માલીક મહમદ દુદમક તથા ફાઇનાન્સ મેનેજર રમીઝએ ફરીયાદી પાસે 51 કંટેનર સીરામીક ટાઇલ્સ જેની કુલ કિંમત 2,36,48,805 જેટલી થયેલ છે તેટલો માલ બુક કરાવી મુંદ્રા પોર્ટથી દુબઇ ખાતે એજન્ટGlobal Cargo Logistix Pvt. Ltd. ના માલીક ગોપાલાસ્વામી પ્રભાકરણ તથા રવી ચાંદની સાથે કાવતરૂ રચી મંગાવી લીધેલ છે .

અને ફરીયાદીની મંજુરી વગર Global Cargo Logistix Pvt. Ltd  સીપર તરીકે તેમજ PURE STONE FOR STON FIXING L.L.C. ને ખરીદનાર તરીકે બતાવી ફરીયાદીની મંજુરી વગર  master bill of lading સરેન્ડર નહી કરવાનુ જણાવેલ હતું છતા પોર્ટ ઓર્થોરીટીને માલ રીલીઝ કરવા અંગે કોઇ વાંધો ન હોઇ તેવા દસ્તાવેજોમા સહી સીક્કા કરી પોતે MTO ના તથા સીપીંગના નિયમોનુ ઉલંઘન કરી કાવતરૂ રચી બધો જ માલ દુબઇની પોર્ટ ઉપરથી સગેવગે કરી નાખેલ છે અને ફરીયાદીના નાણા નહી ચુકવી વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 409, 406, 420, 114, 120બી મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj