રાજકોટ, તા.21
થોરાળા વિસ્તારમાં મયુરસિંહ ઝાલા નામનો બુકી બેરોકટોક વર્લીનો અખાડો ચલાવતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે ગઇકાલે દરોડો પાડી એ જ જગ્યાએથી બીજી વખત આ અખાડો પકડ્યો છે. જેથી સ્થાનિક પોલીસ શંકાના દાયરામાં છે. એસએમસીએ 4 આરોપીને પકડી લીધા હતા જ્યારે 5 આરોપીને ફરાર દર્શાવ્યા છે. સ્થળ પરથી એક બાઈક, 6 મોબાઈલ ફોન, રોકડ મળી 1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને થોરાળા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલની કડક કાર્યવાહીથી ગુજરાતભરમાં ગુનેગારો થરથર ધ્રૂજે છે ત્યારે ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી આર.બી.બ્રહ્મભટ્ટ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સતત કાર્યવાહીમાં એક્ટિવ છે.
ગઈકાલે પીએસઆઈ એમ.એચ. શીનોલની ટીમે ગંજીવાડાના નાકા પાસે, પેટ્રોલ પંપની બાજુમાં ચાલતી વર્લી આંકડાની ક્લબ પર દરોડો પાડ્યો હતો. જેમાં આરોપી ફીરોજ અભરામભાઈ પલેજ (ગંજીવાડા શેરીનં 35) જે કેશીયર તરીકે અહીં કામ કરતો હતો, અસરફ હારૂનભાઈ દલ (રાજકોટ વંજીવાડા શેરી નં.17)જે રાઇટર હતો. (3) જગદીશ ઉર્ફે જગો સોમાભાઈ વાઘ (જંગલેશ્વર મેઈનરોડ સ્મશાન પાસે) જે પણ રાઇટર હતો. જ્યારે શબ્બીરઅલી ઉર્ફે સબલો અલીમહંમદ ઠેબા પણ રાઇટર હતો.
આ લોકોની પૂછપરછમાં પાંચ નામ ખુલ્યા હતા. જેમાં મયુરસિંહ ભરતસિંહ ઝાલા (રહે. રામનગર) જે અખાડો ચલાવનાર મુખ્ય આરોપી છે. અમિત કોળી (રહે. ચુનારવાડ) જે રાઇટર હતો અને સ્થળ પરથી નાસી ગયો હતો. જેપીડી નામે ઓળખાતો અને કાલાવડ રોડ પર રહેતો શખ્સ પણ નાસી ગયો હતો. નાસી ગયેલા ગ્રાહકોમાં બટુક મહારાજ (ગંજીવાડા) અને ઇકબાલ ઇસ્માઇલ પઠાણ(રહે. ગંજીવાડા)નો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy