રાજકોટ તા.21
કોટડા સાંગાણીના ભાડવા ગામે યુવક પર તેના કાકા સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. પ્લોટમાં ભાગ બાબતે માથાકુટ થઈ હોવાનુ જાણવા મળ્યું હતું. બનાવની વિગત અનુસાર કોટડા સાંગાણીના ભાડવા ગામે રહેતાં જગદીશભાઈ પુંજાભાઈ ચાવડા (ઉ.વ.35) નામનો યુવક ગઈ કાલે નવેક વાગ્યાની આસપાસ પોતાનાં ઘરે હતો ત્યારે તેના કાકા બિજલભાઈ અને તેમનાં દિકરા જીતુભાઈ અને દિનેશભાઈએ પ્લોટના ભાગ બાબતે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો.
જેમાં યુવકને ઈજા પહોંચતા પ્રથમ સારવાર ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. મૃતક બે બહેન અને એક ભાઈમાં નાનો અને તેઓને સંતાનમાં ત્રણ દિકરી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy