રાજકોટ.તા.13
શહેરમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે વધુ બે ના હૃદય થંભી ગયા હતા. નવી કોર્ટ બિલ્ડિંગમાં સફાઈ કર્મીનું અને રામનાથપરાના યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
બનાવની વિગત અનુસાર જામનગ રોડ, વાલ્મિકી આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અક્ષયભાઈ વિજયભાઈ સોઢા (ઉ.વ.32) નામનો યુવક રાજકોટમાં નવી કોર્ટમાં સફાઈ કામદારની નોકરી કરતો હતો. આજે સવારે નવેક વાગ્યાની આસપાસ નવી કોર્ટ બિલ્ડિંગમાં સફાઈ કામ કરી બેલીફ રૂમમાં ખુરશી પર બેઠો હતો ત્યારે અચાનક ખુરશી પર બેભાન થઈ ગયો હતો. બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. યુવકનું હર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ 15 વર્ષથી સફાઈ કામદારની નોકરી કરતો હતો. તેઓ બે ભાઈમાં નાના હતાં. એક ના એક દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવતા તેઓનાં પરિવારમાં કલ્પાંત છવાયો છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
વધુ એક બનાવની વિગત મુજબ રામનાથપરા શેરી નં-6 માં રહેતો દેવ આશિષ બેદ્યનાથ પાત્રા (ઉ.વ.26) નામનો યુવક ગઇ કાલે રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યો જ નહી. તેના પરિવારજનોએ જગાડવાનો પ્રયત્ન કરતાં છતાં ન ઉઠતાં યુવકને બેભાન હાલતમાં સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે હાર્ટ એટેકથી મોત થયાનું જણાવતા મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતક ક્રિષ્ના ગોલ્ડ કાસ્ટીંગમાં કામ કરતો હતો. મૃતક બે ભાઈ અને બે બહેનમાં નાનો હોવાનું તેઓનાં પરિવાજનોએ જણાવ્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy