સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાઇ છે. ત્રણ દિવસની રજાઓ બાદ ગઈકાલે સાંજે વિવિધ જણસીની આવક થયેલ છે. મગફળી, ધાણા, તલી, ઉનાળુ મગ, ડુંગળી સહિતની જણસી આવક નોંધાઇ છે. યાર્ડમાં મગફળીની અંદાજે 40 હજાર ગુણી આવી છે. હરરાજી મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 800/- થી રૂપિયા 1371/- સુધીનો ભાવ બોલાયો હતો. વરસાદ ની આગાહી ને લઈને સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી પોતાની જણસી લઈને ગોંડલ યાર્ડમાં આવતા ખેડૂતો એ પોતાની જણસી ઢાંકી અને વરસાદ પલળે નહિ તે રીતે યાર્ડમાં ઉતારવાની રહેશે
(તસ્વીર : પીન્ટુ ભોજાણી)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy