► 11 જૂને આરોપી સગીરાને લલચાવી - ફોસલાવી અપહરણ કરી ગયો હતો, બે દિવસ બાદ ભોગ બનનાર પરત આવતા માતા-પિતાને આપવીતી જણાવી
► સગીરાનો દેહ અવારનવાર પિંખ્યો હોવાનું ખુલ્યું, અપહરણ કરી ભોગ બનનારને ક્યાં-ક્યાં લઈ ગયો હતો અને કઈ - કઈ જગ્યાએ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો તે અંગે આગળ તપાસ હાથ ધરતી પોલીસ
રાજકોટ, તા.14
પડધરી પંથકનો ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં પાટી રામપર ગામે રહેતા કૌટુંબિક કાકાએ તેની 14 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઇ છે. બનાવની વિગતો સામે આવતા પડધરી પોલીસ મથકે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. પોલીસે આરોપીની અટકાયત કરવા તજવીજ કરી હતી.
11 જૂને આરોપી સગીરાને લલચાવી - ફોસલાવી અપહરણ કરી ગયો હતો. ઓછી બે દિવસ બાદ ભોગબનનાર પરત આવતા માતા-પિતાને આપવીતી જણાવી હતી. આરોપીએ સગીરાનો દેહ અવાર નવાર પિંખ્યો હોવાનું ખુલ્યું હતું. અપહરણ કરી ભોગ બનનારને ક્યાં-ક્યાં લઈ ગયો હતો અને કઈ - કઈ જગ્યાએ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો તે અંગે આગળની તપાસ સર્કલ પીઆઈ ડામોરે હાથ ધરી છે.આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, આરોપી કૌટુંબિક કાકો યુવા વયનો અને અપરણિત છે.
ભોગબનનાર સગીરા તેના આસપાસના વિસ્તારમાં જ રહે છે. સગીરા 14 વર્ષની છે. આ કૌટુંબિક કાકાએ સગીરા ઉપર નજર બગાડી હતી. હવસ સંતોષવા આરોપી તલપાપડ થયો હતો. પોતાની ભત્રીજી થાય અને તેની ઉંમર હજુ 14 વર્ષ જ છે. તે આરોપી જાણતો હોવા છતાં સગીરાને બદ ઇરાદે પોતાની જાળમાં ફસાવવા પ્રયત્ન શરૂ કર્યા હતા. માસૂમ સગીરાને લલચાવી ફોસલાવી ઘર બહાર બોલાવી તા.11/6/2024ના રોજ અપહરણ કરી ભગાડી ગયો હતો.
પરિવારજનોને જાણ થતા સગીરાની શોધખોળ હાથ ધરી હતી. આસપાસ તપાસ કરી, સગા સંબંધીઓમાં તપાસ કરી પણ સગીરા મળી આવી નહોતી. દરમિયાન જાણ થઈ હતી કે, આરોપી કૌટુંબિક કાકો પણ ક્યાંય જોવા મળ્યો નહોતો. પરિવારને શંકા થઈ હતી. જોકે બે દિવસ બાદ સગીરા મળી આવી હતી તે ઘરે પરત આવતા માતા-પિતાએ સગીરાને પૂછતાં રડતી આંખે સગીરાએ આપવીતી જણાવી હતી.
આરોપી સગીરાને અપહરણ કરી ગયા બાદ જુદી જુદી જગ્યાએ લઈ ગયો હતો. માસૂમ સગીરાને ખબર પણ નથી કે, આ કઈ કઈ જગ્યા હતી. અપહરણ કરી આરોપીએ જુદી જુદી જગ્યાએ સગીરાનો દેહ અભડાવી પોતાની હવસ સંતોષી હતી. આ હકીકત સામે આવતા પરિવારજનો પડધરી પોલીસ મથકે પહોંચ્યા હતા.
આઇપીસી 363, 366, 376 અને પોકસો સહિતની કલમો હેઠળ નરાધમ કૌટુંબિક કાકા સામે ગુનો દાખલ કરાયો હતો. આરોપીની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy