આગામી તા.22ના રાજકોટમાં સૌ પ્રથમવાર ખ્યાલ આર્ટસના જયદીપ વસોયા દ્વારા

ભારતના ચાર દિગ્ગજ કલાકારોની લાઇવ કોન્સર્ટ: ગઝલ બહાર

Saurashtra | Rajkot | 13 June, 2024 | 03:25 PM
♦પુના ખાતેના એસબીએમએસ વૃધ્ધાશ્રમ માટે યોજાનાર આ શોની તમામ આવક ડોનેટ કરાશે
સાંજ સમાચાર

♦ગઝલ કલાકાર અશોક ખોસલા, ડો. રાધિકા ચોપરા, જાઝીમ શર્મા તથા ઘનશ્યામ વાસવાણી જમાવટ કરશે: સંગીત રસિયાઓએ આ તક ગુમાવવા જેવી નથી

♦‘સાંજ સમાચાર’ના આંગણે આવેલા ખ્યાલ આર્ટસના જયદીપ વસોયા, નીતુ ઝીબા, ધર્મેશ પરસાણા, હર્ષદ પરસાણા

રાજકોટ, તા.13
રાજકોટમાં પ્રથમવાર ભારતના ચાર દિગ્ગજ ગઝલકારો અશોક ખોસલા, ડો. રાધિકા ચોપરા, જાઝીમ શર્મા તથા ઘનશ્યામ વાસવાણીનો કાર્યક્રમ ‘ગઝલ બહાર’ આગામી તા.22મીના યોજાનાર છે જે રાજકોટના સંગીત રસિયાઓ માટે અત્યંત માણવા લાયક બની રહેશે.

આ અંગેની વિશેષ વિગતો માટે ‘સાંજ સમાચાર’ કાર્યાલય પર ખ્યાલ આર્ટસના જયદીપ વસોયા (કાર્યક્રમ આયોજક) ધર્મેશ પરસાણા, નીતુભાઇ ઝીબા તથા હર્ષદભાઇ ગોહેલ આવેલા હતાં.

રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરીયમમાં તા.22ના સાંજે 8 કલાકે જયદીપ વસોયા પ્રેઝન્ટ ખયાલ આર્ટના ઉપક્રમે ગઝલ બહાર કાર્યક્રમ રજુ થનાર છે. પુના ખાતેના એસબીએમએસ વૃધ્ધાશ્રમ માટે યોજાનાર આ ચેરીટી શોમાં 1000, 700, 500 અને 300ની ડોનેશન ટીકીટ રાખવામાં આવી છે. જે આવક થશે તે આ વૃધ્ધાશ્રમને આપવામાં આવશે.

રાજકોટની સંગીતપ્રેમી જનતાને ભારતીય સંગીત પ્રત્યે લગાવ વધુ પ્રબળ બને તે હેતુથી ખયાલ આર્ટસ અવનવા સંગીત અને કલાના કાર્યક્રમો યોજે છે. ગઝલ સમ્રાટ જગજીતસિંઘે જેમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે અને અશોક ખોસલાજી સંચાલન કરી રહ્યા છે. તે વૃધ્ધાશ્રમ માટે વપરાય છે. આમ ‘ગઝલ બહાર’ કોન્સર્ટ દેશ-વિદેશમાં ખૂબ જ ખ્યાતિ પામેલ છે. રાજકોટમાં અશોક ખોસલા સાથે ડો. રાધીકા ચોપરા, ઘનશ્યામ વાસવાણી અને જાઝીમ શર્મા ગઝલ, સુફી અને બોલીવૂડના ગીતો અને ગઝલો પ્રસ્તુત કરશે. આ દિગ્ગજ ગાયકોની સાથે જે સંગત કરવાના છે તે પણ ભારતના ટોચના અને ખૂબ જ પ્રખ્યાતી મેળવેલ કલાકારો જોડાશે. જેમાં હાર્મોનીયમ ઉપર જેમણે વર્ષો સુધી જગજીતસિંઘ સાથે સંગત કરી છે તે અખલાક હુશૈન વારસી, તબલા ઉપર આશિષ જહા, સારંગી ઉપર મુરાદ અલીખાન, ગીટાર ઉપર સુષાંત શર્મા અને કીબોર્ડ ઉપર અનિલ ધુમલ સાથ આપશે.

આ આખા આયોજનની વિગત જણાવતા ખયાલ આર્ટની ટીમ જયદીપ વસોયા, નીતુભાઇ ઝીબા, ધર્મેશ પરસાણા અને  હર્ષદ ગોહેલે જણાવ્યું હતું કે, ખયાલ આર્ટના અગાઉના કાર્યક્રમમાં કલકતાના વાંસળી વાદક અનિર્બાન અને મૈત્રી રોયને શાસ્ત્રીય ગાયન અને ગઝલના કાર્યક્રમમાં ખાસ મુખ્ય મહેમાન તરીકે પધારેલા અશોક ખોસલાજીને તે સમયે જ જયદીપભાઇએ ‘ગઝલ બહાર’ કાર્યક્રમ હવે પછી રાજકોટમાં યોજવાની વિનંતિ કરી હતી.

યોગાનુયોગ એક નહીં અન્ય ત્રણ પ્રખ્યાત ગઝલકારોને પણ આ ‘ગઝલ બહાર’માં જોડવામાં આવ્યા અને તે સાથે દેશનાં સુખ્યાત વાદ્યકારોને પણ આમંત્રણ આપતા તેઓએ પણ આ તારીખે પધારવા સંમતિ બતાવી અને આ પ્રકારનો ભારતના વધા જ દિગ્ગજ કલાકારોનો કાર્યક્રમ સૌ પ્રથમ વખત રાજકોટમાં ખયાલ આર્ટ દ્વારા યોજાનાર છે. 

જેમાં ભારતના ચારેય ગઝલ સમ્રાટ ઉપરાંત હાર્મોનિયમ, તબલા, સારંગી, ગીટાર અને કીબોર્ડ ઉપર જેઓએ વિશ્ર્વ સમસ્તમાં નામના પ્રાપ્ત કરી છે તેવા કલાકારો રાજકોટનાં સંગીત પ્રેમીજનોને રસતરબોળ કરશે. આ ચેરિટી શો છે અને રાજકોટની સંગીતપ્રેમી જનતા આ વૃધ્ધાશ્રમને જરૂર મદદ કરશે તેવો અમને વિશ્વાસ છે.
 

અશોક ખોસલા
પ્રખ્યાત ગઝલ ગાયક અશોક ખોસલાજીએ પોતાની કારકિર્દીની શરૂઆત તેમના પ્રથમ આલ્બમ 80ના દાયકાની તેજસ્વી પ્રતિભા આલ્બમથી કરી હતી. જેનું સંકલન અને કમ્પોઝીશન ગઝલ સમ્રાટ જગજીતસિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ તો લાઇવ કોન્સર્ટ અને દેશ-વિદેશમાં ગઝલ કોન્સર્ટ યોજી છે. તે સમય  દરમ્યાન ખોસલાજીનાં 21 જેટલા ગઝલ આલ્બમ રજુ કરાયા છે. જગજીતસિંઘ સાથે પણ તેમણે કાર્યક્રમો રજૂ કર્યા છે.
 

ડો. રાધિકા ચોપરા
ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પીએચડીની પદવી મેળવનાર જમ્મુ કાશ્મીરનાં ડો. રાધીકા ચોપરા દિલ્હી સ્થિત ગઝલ ગાયિકા છે. તેમણે બેગમ અખ્તરના જાણીતા શિષ્યા પદ્મશ્રી શાંતિ હિરાનંદ પાસેથી દાદરા, ઠુમરી અને ગઝલની તાલીમ મેળવી પીએચડીની પદવી હાંસલ કરી છે. રાધીકાજીની બહુમુખી પ્રતિભા તેમના ગાયનમાં ભજનો, ફિલ્મી અને પંજાબી લોકગીતો તેમજ સુફીયાના કલામની રજૂઆતમાં જોવા મળે છે. તેમણે 2009 અને 2015માં સંસદમાં કાર્યક્રમ આપેલ છે. 2010માં કોમનવેલ્થ  ગેઇમમાં તેમનો કાર્યક્રમ રજૂ કરાયો છે. 
 

ઘનશ્યામ વાસવાણી
સારેગામાપામાં જ્યારે શ્રેયા ઘોસાલે પાર્ટી સિપેન્ટ તરીકે ગાયુ હતું ત્યારે જજીસ પેનલમાં ઘનશ્યામ વાસવાણી સેવા આપી રહ્યા હતા. સુમધુર કંઠ ધરાવતા કલાકાર ઘનશ્યામ વાસવાણીએ જગજીતસિંઘ અને ચિત્રાસિંઘની શોધ છે. સિંધી સૂફી ગીતોનાં લોકપ્રિય ગાયક છે. ઉસ્તાદ આફતાબ અહેમદખાન પાસેથી તાલીમ મેળવી ડો. અજય પોહનકર, સુશીલા પોહનકર અને પંડિત રાજારામ શુક્લા પાસેથી તાલીમ મેળવી છે. દુરદર્શન અને આકાશવાણીના ટોચના કલાકાર ઘનશ્યામભાઇએ પણ અનેક વિદેશોમાં પોતાની ગઝલ ગાયકી અને સૂકી ગાયકીથી લોકોને મંત્રમૂગ્ધ કર્યા છે.

તેમણે અનેક ટીવી સીરીયલમાં પણ ગાયું છે. રાજશ્રી પ્રોડક્શનમાં પણ ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. તેમણે ઘણી કોમર્શીયલ ઝીંગલ્સમાં પણ પોતાનો અવાજ આપ્યો છે જેમ કે, મેરા સપના મેરી મારુતિ, મિલે સુર મેરા તુમ્હારા... વગેરે બહુમુખી પ્રતિભા ધરાવતા ઘનશ્યામભાઇ વાસવાણીએ આશા ભોંસલે, જગજીતસિંઘ, સુરેશ વાડેકર, વિનોદ રાઠોડ, કવિતા ક્રિષ્નામૂર્તિ, મિનાક્ષી વાસવાણી વગેરે માટે સંગીત પણ આપ્યું છે. તેમનો આખો પરિવાર સંગીત સાથે જોડાયેલ છે. પત્ની મીનાક્ષી ટીવી પ્લેબેક સિંગરમાં સાથ આપે છે.
 

જાઝીમ શર્મા
ગઝલ ગાયકીની વિરાસત માટે એક આશાનું કિરણ માનવામાં આવે છે તે જાઝીમ શર્મા પણ પોતાની કલા રજૂ કરવા પધારે છે. જશપ્રીતને લોકો જૈજીમ નામથી ઓળખે છે. જે પંજાબના એક સુપ્રસિધ્ધ ગઝલ ગાયક છે. તે ભારતીય સંગીતની પરંપરાને જાળવીને ગઝલને અનોખી રીતે રજૂ કરવાના માહિર છે. યુવા ગઝલકાર તરીકે ઉભરતા સિતારા છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા અને સંગીતપ્રેમીઓને સારી રીતે માણવા મળે તે માટે ખયાલ આર્ટ ટીમનાં રાહુલ જાદવ, હાર્દિક શિયાણી, સોહીલ લીંબાસીયા, મિતેષ સોલંકી, હિતેન ભાલારા, ધર્મેશ મોલીયા, અમીત પોપટ, નિમિષ પરીખ અને વિજય રાણીંગા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

કાર્યક્રમ દરમિયાન પંકજ ઉધાસને તેમની સુપ્રસિધ્ધ ગઝલો રજૂ કરી શ્રધ્ધાંજલિ પણ અર્પવામાં આવશે. કાર્યક્રમનો લાભ લેવા ડોનેશન ટીકીટ બુકીંગ માટે ‘આઇકોનિક’, સૂર્યમુખી હનુમાન મંદિરની પાસે, નવું ક્ધસ્ટ્રક્શન ચણાય છે ત્યાં. નાના મવા રોડ રાજકોટ ખાતે મો.નં. 85650 41111નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj