અમદાવાદ,તા.4
આધાર હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ બુધવાર 8 મે, 2024ના રોજ તેના ઈકિવટી શેર્સના આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે.આઈપીઓમાં રૂ।0,000 મિલિયનના મૂલ્યના ઈકિવટી શેર્સના ફ્રેશ ઈશ્યૂ અને બીસીપી ટોપ્કો 7 પીટીઈ લિમિટેડ દ્વારા રૂ।0,000 મિલિયન સુધીના મૂલ્યના ઈકિવટી શેર્સના જેટલી સંખ્યા સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
કંપની ફ્રેશ ઈશ્યૂમાંથી મળનારી કુલ રકમનો ઉપયોગ (1) ઓનવર્ડ લેન્ડિંગ માટે ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે તથા (2) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત કરે છે.ઈકિવટી શેર્સ બેંગ્લોર ખાતે કર્ણાટકની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં ફાઈલ કરેલા 30 એપ્રિલ 2024ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે.
આરએચપી દ્વારા ઈશ્યૂ કરાયેલા ઈકિવટી શેર્સ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઈન્ડિયા જેવા શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે નિયુકત સ્ટોક એકસચેન્જ એનએસઈ રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy