રાજકોટ તા.2
બી ડીવીઝન પોલીસ મથકના દારૂના ગુનામાં 10 મહિનાથી ફરાર અંકલેશ્વરનો રીયાઝખાનને પોલીસે ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એસ.એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી. મારૂ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હે.કો. રાજેશ બાળા સહિતના સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે બી ડીવીઝન પોલીસ મથકના દારૂના ગુનામાં છેલ્લા 10 મહિનાથી ફરાર રીયાઝખાન ઉર્ફે મુન્નો મહેબુબ ખાન પઠાણ (ઉ.42) રહે. હાલ અંબોલી રોડ, સ્ટાર એવન્યુ, અંકલેશ્ર્વર મુળ જામનગરને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી વિરૂધ્ધ અગાઉ રાજયના અલગ અલગ પોલીસ મથકમાં દારૂ, લૂંટ, છેતરપીંડી સહિતના અનેક ગુના નોંધાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy