ચંદ્રયાન-3ની લેન્ડીંગ સાઈટ ‘શિવશક્તિ’ના નામને મળી ઈન્ટરનેશનલ મંજુરી

India, Technology | 26 March, 2024 | 01:23 PM
વડાપ્રધાન મોદીએ લેન્ડીંગ સાઈટનું નામ આપેલું
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.26
જયારે ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળતાપુર્વક લેન્ડીંગ કર્યુ ત્યારે વડાપ્રધાન મોદીએ 26 ઓગષ્ટ 2023ના ચંદ્રયાન-3ના લેન્ડીંગ સાઈટને ‘શિવ-શક્તિ’ નામ આપ્યાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 7 મહિના બાદ ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમીકલ યુનિયન (આઈએયુ) એ 19 માર્ચે આ નામને મંજુરી આપી હતી.

ગેઝેટીયર ઓફ પ્લેનેટરી નોમેનકલેચર અનુસાર, આઈએયુ વર્કીંગ ગ્રુપ ફોર પ્લેનટરી સિસ્ટમ નોમેનકલેચરે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરના લેન્ડીંગ સ્થળ માટે ‘શિવશક્તિ’ નામને મંજુરી આપી દીધી છે.

આ નામની જાહેરાત વખતે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે શિવમાં માનવતાના કલ્યાણનો સંકલ્પ છે અને શક્તિ આપણને એ સંકલ્પ પુરા કરવાની તાકાત આપે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj