અમદાવાદની હવાઈ સેવાને નબળો પ્રતિસાદ માત્ર કનેકટીંગ ફલાઈટનાં મુસાફરોનાં બુકિંગ

Gujarat | Ahmedabad | 27 April, 2024 | 05:19 PM
ટ્રાફિક નહીં મળતા આગામી માસથી ફલાઈટ કેન્સલ થવાની સંભાવના
સાંજ સમાચાર

રાજકોટ,તા.27
હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આતંર રાજયને જોડતી હવાઈ સેવામાં રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-સુરત વચ્ચે ડેઈલી એક ફલાઈટનું ઉડ્ડયન શરૂ છે. જેમાં ઈન્ડિગો એર લાઈન્સ કંપની રાજકોટ-અમદાવાદ વચ્ચે હવાઈ સેવા પુરી પાડી રહી છે.

ગત તા.31 માર્ચથી શરૂ થયેલી રાજકોટ-અમદાવાદ ફલાઈટમાં રોજીંદો ટ્રાફિક નહીં મળતા હવે ટચકા ખાવા લાગી છે સંભવિત આ કારણે જ આગામી મે માસથી આ ફલાઈટ કેન્સલ થાય તો નવાઈ નહીં હાલના દિવસોમાં ઈન્ડિગો એર લાઈન્સ કંપનીની એટીઆર એરક્રાફટ સપ્તાહમાં બુધવારના દિવસ સિવાય ડેઈલી બપોરે 3.50 કલાકે ઉડાન ભરે છે.

આ ફલાઈટમાં મોટાભાગે અમદાવાદથી કનેકટીંગ ફલાઈટવાળા મુસાફરો મુસાફરી માણી રહ્યા છે. અન્ય પ્રવાસીઓનો ઘસારો ઓછો જોવા મળતા ડેઈલી સરેરાશ 25 થી 30 જેટલા મુસાફરો આવન-જાવન થતી હોવાથી સંભવિત આગામી મે માસથી એર લાઈન્સ કંપની આ ફલાઈટ કાયમી ધોરણે કેન્સલ કરે તેવી શકયતા છે. આગામી 15 દિવસ સુધી જો આવી જ સ્થિતિ રહી તો આ ફલાઈટ કાયમી ધોરણે કેન્સલ થવાની શકયતા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj