ચેન્નાઇ, તા. 29
ચેન્નાઇના ચેપોક સ્ટેડીયમમાં રમાયેલા આઇપીએલના મેચમાં વધુ એક વખત હૈદરાબાદ સનરાઇઝર્સની ટીમ ફસકી ગઇ હોય તેમ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પરાજીત થઇ હતી. ચેન્નાઇનો 78 રને શાનદાર વિજય થયો હતો. 9માંથી પાંચ મેચ જીતીને ચેન્નાઇની ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે. જયારે 9 મેચમાં હૈદરાબાદ સનરાઇઝર્સ ચોથી વખત પરાજય થઇ છે.
રવિવારે સાંજે રમાયેલા મેચમાં ચેન્નાઇએ શાનદાર બેટીંગ સાથે 212 રનનો જુમલો ખડકયો હતો. હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઇનો ઓપનર રહાણે ત્રીજી ઓવરમાં વ્યકિતગત 9 રન બનાવીને આઉટ થઇ જતા ચેન્નાઇને પ્રથમ ઝટકો લાગ્યો હતો
પરંતુ ત્યારબાદ કપ્તાન ઋતુરાજ ગાયકવાડ અને ડેરીલ મીચેલે બાજી સંભાળી લીધી હતી અને ત્યારબાદ શિવમ દુબેએ તોફાની રમત રમીને ટીમને 212 રનના સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. કેપ્તન ઋતુરાજ ગાયકવાડ માત્ર બે રને સદી ચુકયો હતો. તેણે 98 રન બનાવ્યા હતા. મીચેેલે 32 દડામાં પર અને શિવમ દુબેએ ર0 દડામાં અણનમ 39 રન ઝુડયા હતા.
213 રનના જીત ટાર્ગેટ સાથે મેદાને પડેલી સનરાઇઝર્સનો શરૂઆતથી ધબડકો શરૂ થઇ ગયો હતો. જબરદસ્ત ફોર્મમાં રહેલો ટ્રેવીસ હેડ માત્ર 23 રન બનાવીને આઉટ થયો હતો
જયારે અનમોલ પ્રિતસિંહ ખાતુ ખોલાવી શકયો ન હતો. ત્યારબાદ અભિષેક શર્મા, માર્કરમ 32, રેડ્ડી 15, કલાસેન 20 રને આઉટ થયા હતા. કોઇ મોટી ભાગીદારી થઇ શકી ન હતી અને આખી ટીમ 134 રન બનાવીને 18.5 ઓવરમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.
વર્તમાન સિઝનમાં હૈદરાબાદની ટીમ પ્રથમ વખત ઓલઆઉટ થઇ હતી જયારે ચેન્નાઇની ટીમે હોમ ગ્રાઉન્ડ પર 50મી જીત હાંસલ કરી હતી. ચેન્નાઇ વતી તુષાર દેશપાંડેએ તરખાટ સર્જીને 4 વિકેટ ખેડવી હતી જયારે મીચેલે પાંચ કેચ ઝડપીને અગાઉના રેકર્ડની બરાબરી કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy