રાજકોટ તા.2
નવા થોરાળામાં અપહરણ, લૂંટના ગુનામાં ફરાર દેવશી મકવાણા અને ચંદ્રકાંતને થોરાળા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે રામનાથપરા ભવાનીનગર શેરીમાં રહેતા દિનેશભાઈ ઘેલાભાઈ ગોહેલ (ઉ.30)એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.7-11-2023ના તેઓને મકાન વેચવા બાબતે લીમડા ચોક પાસે તેઓ પરીવાર સાથે જતા હતા .
ત્યારે સર્વોદય સોસાયટી પાસે રોહિત ઉર્ફે બાઠી અને હરેશ ખીમસુરીયા બાઈક લઈને પાછળ આવતા તેઓએ બાઈક ભગાડેલ હતું. ત્યારે અમુલ સર્કલ પાસે પહોંચતા એકસેસ અથડાવી નીચે પાડી દીધા હતા અને કહેવા લાગેલ કે તને ના પાડેલ છે કે થોરાળામાં આવીશ તો મારી નાખીશ તેમ કહી છરી કાઢી હુમલો કર્યો હતો. બાદમાં દોડી આવેલા અજય જાદવ, હરેશ ખીમસુરીયા, દેવશી મકવાણા, ધર્મેશ સોલંકી સહિતના શખ્સો ધસી આવ્યા હતા ત્યારે ઢીકાપાટુનો માર મારી છરીનો ઘા પડખામાં ઝીંકી દીધો હતો.
બાદમાં અજાણી રીક્ષામાં બેસાડી અપહરણ કરી નવા થોરાળામાં જીવણભાઈના ઘર પાસે લઈ જઈ ફરીવાર શખ્સોએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બાદમાં પોલીસ આવી જતા આરોપીઓએ સામે અમારી બહેન દીકરીઓની છેડતી કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે અપહરણ, રાયોટીંગ, લુંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરતા છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપી દેવશી મકા મકવાણા (ઉ.61) રહે. નવા થોરાળા, ગોકુલપરા શેરી નં.1 અને ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ ઉર્ફે સંજય દલા ખીમસુરીયા (ઉ.33) રહે. નવા થોરાળા શેરી નં.4ને નવા થોરાળા પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy