છત્તીસગઢ, તા.29
છત્તીસગઢના બેમેટારા વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. પ્રાથમિક તબક્કે 8 લોકોના મોતની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ દુ:ખદ ઘટના રવિવારે મોડી રાત્રે કાઠિયા ગામ નજીક બની હતી જ્યારે એક પરિવાર એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યો હતો. તેમનું વાહન રસ્તાની બાજુમાં ઉભેલી મિની ટ્રક સાથે અથડાયું હતું.
પોલીસે જણાવ્યું કે, પીડિત લોકો પાથરા ગામના રહેવાસી હતા અને તિરૈયા ગામમાં એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy