રાજકોટ, તા. 27
ઘંટેશ્વરમાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં હોસ્પિટલે ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્ર્વર રપ વારીયામાં જીથરીયા પીરની દરગાહ પાછળ રહેતા અરવિંદ અમરશીભાઇ દસાડીયા (ઉ.વ.30) આજે બપોરે ઘરે હતો ત્યારે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ યુવક ભંગારની ફેરી કરે છે અને સંતાનમાં બે પુત્રી, એક પુત્ર છે. પોતે દારૂ પીવાની ટેવ ધરાવતો હોય જેમને દારૂ પીવાની પત્નીએ ના પાડતા તેનું માઠુ લાગી આવતા પગલુ ભરી લીધુ હતું.બનાવ અંગે પોલીસે યુવકનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy