રાજકોટ.તા.1
શહેરમાં ઘણા સમયથી સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓ સાથે જાહેરમાં છેડતીના બનાવો બની ચૂક્યા છે તેમજ દુષ્કર્મની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે શહેરની ભાગોળે રહેતાં એક પરિવારની સગીર દીકરીને પ્રેમજાળમાં ફસાવી પાડોશી સગીરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપી સગીરને સકંજામાં લઈ તેમને બાળ અદાલતમાં રજુ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બનાવ અંગે શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતી 16 વર્ષ 8 માસ ઉંમરવાળી સગીરાએ તેના પડોશમાં જ રહેતાં આશરે 16 વર્ષની ઉમરના તરૂણ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
સગીરાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ઘરકામ કરે છે તરૂણ પડોશમાં જ રહેતો હોય પાડોશીના નાતે તેણે પરિચય કેળવ્યો હતો અને મોબાઈલમાં વાતચીત શરૂ કરી હતી. બાદમાં તરુણીને પ્રેમજાળમાં ફ્સાવી લગ્નની લાલચ આપી હતી.
તેમજ સગીરાના ઘરે તેમનો પરિવાર બહાર ગયો હોય ત્યારે તેણીને લલચાવી, ફોસલાવી એકલતાનો લાભ લઈ બળજબરીથી અવાર નવાર આઠેક વખત શરીર સંબંધ બાંધી લીધો હતો. આ બનાવ બાદ સગીરાએ દુષ્કર્મ અંગે પરિવારને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. આરોપી તરૂણ સામે ફરિયાદ નોંધાવતા આજીડેમ પીઆઈ જાડેજા સહિતના સ્ટાફે સગીરાની ફરિયાદ પરથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy