મુંબઇ : કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયન છે. હાલમાં તે તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. કાર્તિકે તાજેતરમાં બ્રેન્ડ એન્ડોર્સમેન્ટ વિશે વાત કરી હતી. તમે કાર્તિકને કેટલાક વર્ષો પહેલા ફેરનેસ ક્રીમની જાહેરાતમાં જોયો હશે, પરંતુ હવે તેણે તેનું સમર્થન કરવાનું બંધ કરી દીધું છે. આટલું જ નહીં, તેણે આ એડનો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ નથી કર્યો. તેણે માત્ર ફેરનેસ ક્રીમની જ નહીં પરંતુ પાન મસાલાની જાહેરાત કરવાની પણ ના પાડી દીધી છે.
એક ઈન્ટરવ્યુમાં કાર્તિકે કહ્યું કે, મેં થોડા વર્ષો પહેલા ફેસ ક્રીમની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં મેં તેને ના પાડી દીધી કારણ કે હું પોતે જ આવી વાતથી સહમત ન હતો. જ્યારે હું પોતે આ વસ્તુઓ સાથે સહમતી રાખી ન શકું. તો મારે દર્શકોને શા માટે કહેવું જોઈએ? મને પાન મસાલાની જાહેરાત ઘણી વખત ઓફર કરવામાં આવી હતી. ઘણા બ્રાન્ડની એડ. માટે મારી પાસે આવ્યા, પરંતુ મેં ના પાડી.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે અન્ય કલાકારો પણ આ પ્રકારની જાહેરાતો કોઈપણ સંકોચ વિના કરે છે, તો તેણે કહ્યું કે તે તેમના વિશે કંઈ કહેવા માંગતો નથી, કારણ કે કદાચ તેમના માટે આવું કરવું યોગ્ય હશે, પરંતુ મારા માટે નહીં. જાણકારી માટે તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન એ આ જાહેરાત વર્ષ 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ ’સોનુ કે ટીટુ કી સ્વીટી’ પછી કરી હતી.
આ એડમાં કાર્તિક કહેતો જોવા મળ્યો હતો કે પુરૂષો ગોરા (રૂપાળા) બની શકે છે. જ્યારે લોકોએ આ અંગે વિવાદ કર્યો તો કંપનીએ પોતાની ક્રીમનું નામ બદલવું પડ્યું. આ પછી કાર્તિકે પણ તેનાથી દૂર થઈ ગયો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy