અજમેર,તા.22
રાજસ્થાનના અજમેર પાસે 36 કિલોમીટર દુર રામસર ગામે એક અનોખું સંયુકત કુટુંબ રહે છે. આજના સમયમાં આવું જોઈન્ટ ફેમિલી દીવો લઈને શોધવા જઈએ તોય ન મળે.આ ગામમાં બાગડી મળી પરિવાર છે જેમાં 6 પેઢીના 185 લોકો રહે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર આ બાગડી માળી ફેમિલીનો વિડીયો ફરી રહ્યો છે.
જેમાં પરિવારના લોકો અલગ-અલગ પ્રસંગો માણી રહ્યા છે. આટલો મોટો પરિવાર કઈ રીતે કામ કરે છે એ પણ આ વિડિયોમાં છે. આ સંયુકત કુટુંબ સુલતાન માળીનો છે.તેને 6 દીકરા છે. મોહનલાલ, ભવરલાલ, રામચંદ્ર, છગનલાલ, છોટુલાલ અને બિર્ડીચંદ સુલતાન માળી અને તેમના બે દિકરાઓ ભવરલાલ અને રામચંદ્ર હવે હયાત નથી, પરંતુ છએછ ભાઈઓનો પરિવાર સાથે જ રહે છે.
આ પરિવારનાં દીકરા વહુ લાડીદેવી પરિવાર કઈ રીતે ચાલે છે. એની વાતો વિડીયોમાં શેર કરતાં જોવા મળે છે.પરિવારનું રસોડું જાણે નાતનો જમણવાર ચાલતો હોય એમ સતત ધમધમતું રહે છે. રોજ 50 કિલો લોટની રોટલીઓ બને છે. અને 15 કિલો શાકભાજી એક ટંકમાં બને છે.
સમયસર ખાવાનું બની રહે એ માટે 13 સ્ટવ રસોડામાં છે.દર મહિને રાશનનો ખર્ચ 12 લાખ રૂપિયાનો આવે છે અને રસોડાનું બધું કામ પરિવારની વહુ-દિકરીઓ જાતે જ કરે છે. પરિવારની 700 વીઘા જમીન છે.એના પર ખેતીનું કામ પરિવારના પુરુષો અને દીકરાઓ કરે છે. વાહનોનો પણ ખાસ્સો મોટો કાફલો આ પરિવાર પાસે છે. 12 કાર, 80 ટુ-વ્હીલર અને 11 ટેકટર છે.
પરિવારમાં વર્ષે એવરેજ 10 બાળકોનો જન્મ થાય છે. અને દરરોજ કોઈકને કોઈક નો બર્થ-ડે હોય છે. બધા જ પુરુષો પારિવારિક ખેતીમાં જોડાયા હોય એવું નથી. કેટલાક પુરુષો ગવર્નમેન્ટ અને પ્રાઈવેટ જોબ પણ કરે છે. કેટલાક પશુપાલનનું કામ કરે છે. તો કેટલાક ટ્રેકટર ચલાવે છે.
આ પરિવારની વહુ 2016માં ગામની સરપંચ બની હતી. ત્યારથી ગામના ઉદ્રાર માટેના કામમાં પણ આ પરિવારનો સારો એવો ફાળો છે. ગયા વર્ષે વિકી કૌશલ અને સારા અલીખાન અજમેરમાં જરા હટકે જરા બચકે ફિલ્મના શૂટિંગ માટે ગયેલાં ત્યારે આ ભંવરલાલ માલીના પરિવારને મળ્યાં હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy