ટી-20 વર્લ્ડકપમાં વેસ્ટઈન્ડિઝ સામે કીવીઝ પરાસ્ત: સુપર-8ની રેસમાંથી બહાર થશે

World, Sports | 13 June, 2024 | 11:49 AM
સાંજ સમાચાર

ત્રિનિદાદ,તા.13
આજે આઈસીસી ટી20 વર્લ્ડ કપની 26મી મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝે ન્યૂઝીલેન્ડને 13 રનથી માત આપીને સુપર-8માં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. આ સાથે જ સતત બીજી મેચમાં હાર મળતા કીવી ટીમ સુપર 8ની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.

આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અડધી ટીમ 30 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જો કે, ત્યારબાદ શેરફેન રધરફોર્ડે 39 બોલમાં 2 ફોર અને 6 સિક્સરની મદદથી 68 રનની શાનદાર ઈનિંગ રમીને ટીમના સ્કોરને 20 ઓવરમાં 149 રન સુધી પહોંચાડી દીધો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી બોલ્ટે 3 જ્યારે સાઉથી અને ફર્ગ્યુસને 2-2 વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઈન્ડિઝના 150 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ અલ્ઝારી જોસેફ અને ગુડાકેશ મોતી સામે ટકી શકી ન હતી. નિયમિત અંતરે વિકેટ પડતા ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરના અંતે માત્ર 136 રન જ બનાવી શકી ન હતી અને તેમની 13 રનથી હાર થઈ હતી. ન્યૂઝીલેન્ડ માટે ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના બોલર જોસેફે 4 જ્યારે મોતીએ 3 વિકેટ ઝડપી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj