(તસવીર - અહેવાલ વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩
ભાવનગર શહેરના જૂની વિઠ્ઠલવાડી બે માળિયા પાસે ફાયરિંગ નો બનાવ બનત પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. બે સગા ભાઈ ઉપર ફાયરિંગ થતા એકનું મોત નિપજ્યું છે અને એકને હોસ્પિટલ ખસેડાયેલ છે.
ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી મારામારી જીવલેણ હુમલા અને ફાયરિંગના બનાવો વધી રહ્યા છે. હજુ અઠવાડિયા પહેલા જ ટ્રાફિક પોલીસના પુત્ર ઉપર ફાયરિંગનો બનાવ બન્યા બાદ આજે સાંજે બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગનો બનાવ બનતા શહેરમાં ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે. ફાયરિંગ અને હત્યાના બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના જૂનીવિઠ્ઠલવાડી વિસ્તારમાં
આજે સાંજે બે સગા ભાઈઓ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ઉપર ફાયરિંગ કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા. ફાયરિંગના આ બનાવથી વિઠ્ઠલવાડી વિસ્તારમાં નાશ ભાગ પહોંચી જવા પામી હતી. બનાવવાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્તરે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
આ બનાવમાં કુલદીપસિંહ ઝાલા નુંમોત નિપજ્યું છે. જ્યારે ઋતુરાજસિંહને સારવાર માટે સર. ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ બનાવની જાણ થતા એસપી ડો. હર્ષદ પટેલ સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
આ ઘટનામાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. રાહુલ વેગડ અને રાજુ વેગડ નામના બે શખ્સો સાથે ઝઘડો થયા બાદ આ બંને શખ્સોએ તેઓની પાસે રહેલ અત્યારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું જાણવા મળેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy