રાજકોટ, તા.14
ટીઆરપી અગ્નિકાંડ બાદ ગેમઝોનના સંચાલક-ભાગીદાર પાંચ આરોપી અને ચાર અધિકારી મળી 9 લોકોની ધરપકડ થઈ હતી. જેમાં ગઈકાલે વધુ એક દસમો આરોપી પણ ઝડપાયો છે. પકડાયેલ અશોકસિંહ જગદીશસિંહ જાડેજા જગ્યાનો માલિક અને ગેમઝોનમાં ભાગીદાર છે. જોકે તેને આંખે દેખાતું નથી અને કાને સાંભળતું ન હોય પોલીસ પણ દ્વિધામાં મુકાઈ છે. છતાં પૂછપરછ માટે રિમાન્ડની માંગ કરાશે.
આરોપી અશોકસિંહે ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી પણ તે કાલે વિથ-ડ્રો કરી લીધી હતી. અટકાયત બાદ આરોપીને આંખે ખરેખર દેખાતું નથી તેની પુષ્ટિ કરવા સિવિલ હોસ્પિટલમાં તેનું મેડિકલ ચેકઅપ થયું હતું. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના બનાવમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે અત્યાર સુધીમાં ધવલ ભરત ઠકકર, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીત રાઠોડ, રાજકોટ મનપાના ટીપીઓ એમ.ડી. સાગઠિયા, એટીપીઓ મુકેશ મકવાણા, એટીપીઓ ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી હતી, જ્યારે અશોકસિંહ જગદીશસિંહ જાડેજાએ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જોકે ગઈકાલે અશોકસિંહે આગોતરા જામીન અરજી વિથ-ડ્રો કરી લેતા ક્રાઈમ બ્રાંચે તેની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છેકે, અશોકસિંહ અને કિરીટસિંહ બંને સગા ભાઈ છે અને જ્યાં ટીઆરપી ગેમઝોન હતું તે જમીનના માલિક છે. ગેમઝોનમાં પણ બંનેની ભાગીદારી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy