ભાવનગરમાં ગેરકાયદે ડિઝલ પંપ ઉપર એસ.એમ.સી.નાં દરોડા: રૂ.23.83 લાખનો મુદ્દામાલ કબ્જે

Crime | Bhavnagar | 02 May, 2024 | 12:04 PM
8480 લિટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સિઝ કરાયો: છ શખ્સો સામે ગુનો
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.2

ભાવનગરની નારી ચોકડી નજીક  કોમલ હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ચાલતા ડીઝલ જેવા ભેળસેળ યુક્ત  પેટ્રોલિયમ પ્રવાહીના પંપ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને 8480 લીટર જવાલાલશીલ પ્રવાહીનો જથ્થો, ટ્રક, પંપના સાધનો, રોકડ રકમ,મોબાઈલ મળી કુલ રૂ. 23.83 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સને ઝડપી લીધા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગેરકાયદેસર રીતે પંપ ચલાવતા ઇસમો સહિત કુલ છ શખ્સ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 પ્રાપ્ત વિગત મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભાવનગર આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, નારી ચોકડીથી અમદાવાદ તરફ જતા હાઈવે રોડ ઉપર આવેલ કોમલ હોટલની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કનુભાઈ ડાંગર ( રહે. ઉંડવી,તા. સિહોર ) અને મુકેશભાઇ ડાંગર ( રહે. નેસડા તા. સિહોર) વાળા એકબીજાની ભાગીદારીથી પોતાના મળતીયા માણસો રાખી બહારથી ટેન્કરમાં ડીઝલના ભળતા ભેળસેળયુકત જ્જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સસ્તા ભાગે મંગાવી પોતાના હવાલા વાળી ખુલ્લી જગ્યામાં રાખેલ જમીનમાં દાટેલ એક ટેન્કરમાં સંગ્રહ કરી અલગ અલગ વાહનોમાં બજારભાવ કરતાં ઓછી કિંમતે તેનું ઇંધણ તરીકે વેચાણ કરે છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડી જગ્યામાં રાખેલ ટ્રકમાં જ્વલનશીલ ઇંધણ પૂરતા મુસ્તફા ઉર્ફે મોસીન હનીફભાઈ ભટ્ટી (રહે. નેસડા,તા. સિહોર ) અને ટ્રકના ચાલક અનવર સુલતાનભાઇ શેખ (રહે. મહુવા) ને ઝડપી લીધા હતા.

 સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વરતેજ પોલીસને જાણ કરીને હકીકત વાળી જગ્યાએ બોલાવેલ હતી તેમજ એફએસએલ સહિતની ટીમ પણ ત્યાં દોડી ગઈ હતી. મોનિટરિંગ સેલ અને વરતેજ પોલીસે ડીઝલ જેવા ભળતા જવલનશીલ પ્રવાહીનો જથ્થો 8480 લીટર, રૂ.56,400/- રોકડા, જમીનની અંદર ખાડો કરીને રાખેલ ધાતુનો ટાંકો નંગ એક, ઇંધણ પુરાવવા માટે આવેલ ટ્રક, મોબાઈલ ફોન નંગ-02, ડિસ્પેન્સર મશીન નંગ-02, પ્લાસ્ટિકની મોટી પાઇપ નંગ-02, એર કુલર, ઇન્વેટર, ઈલેક્ટ્રીક બોર્ડ સહિત રૂ.23,83,560/-  નો મુદ્દામાલ કબજે કર્યો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. પટેલે મુસ્તુફા ઉર્ફે  મોહશીન હનીફભાઈ ભટ્ટી, કનુ કાળુભાઈ ડાંગર, મુકેશભાઈ ડાંગર (રહે. તમામ નેસડા તા સિહોર) અનવર સુલતાનભાઈ શેખ (રહે. મહુવા) અરજણભાઈ આહીર (રહે. માઇધાર, તા. પાલીતાણા) અને ટેન્કરના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj