યુરોપિયન ફુટબોલ ચેમ્પિયનશીપ (યુરો)ની શરૂઆત શુક્રવારે મ્યુનિકમાં ત્રણ વખતની ચેમ્પિયન જર્મની અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ સાથે થશે. બધાની નજર પોર્ટુગલના 39 વર્ષીય ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પર રહેશે. આ તેનો છેલ્લો યુરો હોઇ શકે છે.
પ્રથમ વખત
જયોર્જિયાની ટીમ પ્રથમ વખત યુરોમાં રમશે. ઇટાલી તેના ટાઇટલનો બચાવ કરવાનો પ્રયાસ કરશે. તે શનિવારે અબ્લેનિયન ટીમ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
બે વાર
ટુર્નામેન્ટના ઇતિહાસમાં સ્પેન એકમાત્ર એવી ટીમ છે જેણે સતત બે વખત આ ટ્રોફી જીતી છે. તેણે 2008 અને 2012માં આ સિધ્ધિ મેળવી હતી.
ત્રણ વખત
જર્મની (1972, 1980, 1996) અને સ્પેન (1964, 2008, 2012) સૌથી વધુ ત્રણ વખત ચેમ્પિયન બન્યા હતા. ફ્રાન્સ અને ઇટાલીએ તેને બે-બે વખત કબ્જે કર્યુ છે.
♦ જર્મનીના 24 શહેરોમાં ટીમો ખિતાબ માટે ટકરાશે
♦ ટાઇટલ મેચ 14 જુલાઇના રોજ બર્લિનમાં રમાશે
♦ એક મહિના સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 51 મેચો રમાશે
રોનાલ્ડોના નામે ઘણા રેકોર્ડ
♦ જેઓ સતત છ ટુર્નામેન્ટ રમ્યા હતા પ્રથમ ખેલાડી હશે
♦ સૌથી વધુ 25 મેચ, 12 જીતી, 16 કેપ્ટન તરીકે રમ્યા
♦ સતત પાંચ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર એકમાત્ર ખેલાડી
♦ કવોલિફાઇંગ સહિત સૌથી વધુ 55 ગોલ કર્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy