લગ્નગાળો અને વેકેશન સિઝનની ઇફેક્ટ

ભારે ગરમી છતાં એસ.ટી. બસોમાં ચિક્કાર ટ્રાફિક: રાજ્યમાં દૈનિક 30 હજારથી વધુ ટ્રીપોનું સંચાલન

Gujarat, Saurashtra | Rajkot | 01 May, 2024 | 04:53 PM
એસ.ટી. નિગમની દૈનિક આવક રૂા.10 કરોડથી વધુની થઇ ગઇ: વેકેશન અને લગ્નગાળા અનુસંધાને રાજ્યભરમાં બે હજારથી વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ: રાજકોટ એસ.ટી. વિભાગને પણ લગ્નગાળો અને વેકેશન ફળવા લાગ્યા: દૈનિક આવક રૂા.70 લાખ સુધી પહોંચી ગઇ: રાજકોટથી રોજ 2600થી વધુ ટ્રીપોનું સંચાલન
સાંજ સમાચાર

રાજકોટ, તા.1
હાલમાં રાજ્યમાં વેકેશન અને લગ્નગાળાની સિઝન પુર બહારમાં ખીલી ઉઠી છે. એક તરફ ચૂંટણીનો માહોલ છે પરંતુ લોકોને રાજકારણમાં વધુ રસ દેખાતો નથી અને લોકો ખાસ કરીને વેકેશન તેમજ લગ્નગાળા અનુસંધાને સતત બહાર ફરવા નીકળવા લાગ્યા છે. આથી રાજકોટ સહિત રાજ્યભરના એસટી બસ સ્ટેશનો ઉપર મુસાફરોની છેલ્લા કેટલાક દિવસોથી ભારે ભીડ નજરે પડવા લાગી છે. 

હાલમાં શરુ થયેલી લગ્નગાળાની તથા વેકેશનની આ સિઝનના પગલે ખાસ કરીને એસટી નિગમને ખુબ જ સારો એવો ફાયદો પણ થવા લાગ્યો છે. એસટી નિગમની તથા જુદા જુદા ડિવીઝનોની દૈનિક આવકમાં ખાસ્સો એવો વધારો નોંધાવા લાગ્યો છે. સાથોસાથ વેકેશન અને લગ્નગાળાના પગલે એસટી નિગમની દૈનિક ટ્રીપોમાં પણ બેવડો વધારો થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, એસટી નિગમ દ્વારા ચાલુ બસે વેકેશન અનુસંધાને રાજ્યભરમાં બે હજારથી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત એસટી નિગમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી એકસ્ટ્રા બસોનું સંચાલન પણ શરુ કરી દેવામાં આવેલ છે.

આ અંગે એસટી નિગમના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજ્યભરમાં હાલમાં એસટીની દૈનિક 30 હજાર જેટલી ટ્રીપો દોડવા લાગી છે અને દૈનિક આવકમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. એસટી નિગમના સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં નિગમની દૈનિક આવક રૂા.10 કરોડથી વધુની થઇ ગઇ છે. 

વધુમાં રાજકોટ એસટી વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર રાજકોટ એસટી વિભાગને પણ વેકેશન અને લગ્નગાળાની સિઝન ફળવા લાગી છે. રાજકોટ એસટી બસ પોર્ટ ઉપર છેલ્લા એક સપ્તાહથી મુસાફરોની ભારે ભીડ નજરે પડવા લાગી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એસટી વિભાગે વેકેશન અને લગ્નગાળાના અનુસંધાને હાલમાં 40 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું શરુ કર્યું છે.

રાજકોટથી પણ ટ્રાફિકમાં સતત વધારો થઇ રહ્યો હોય દૈનિક આવકમાં પણ રૂા. પાંચ લાખ જેટલાનો વધારો થઇ ગયો છે. રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી. કલોત્રાના જણાવ્યા મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક રૂા.70 લાખ જેટલી થઇ ગઇ છે અને રોજની 2600થી વધુ ટ્રીપો પણ દોડવા લાગી છે. 

તેઓએ વધુમાં જણાવેલ હતું કે, ખાસ કરીને રાજકોટથી હાલમાં અમરેલી, દ્વારકા, ગીર, સોમનાથ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને જામનગરના રૂટો પર સૌથી વધુ ટ્રાફિક દેખાઇ રહ્યો છે.  જેના કારણે રાજકોટ એસટી વિભાગને હાલમાં 80 થી વધુ વધારાની ટ્રીપો પણ દોડાવવી પડી રહી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj