જુનાગઢ તા.2
વંથલીથી આગળ 12 કી.મી. દુર મધુવન હોટલથી આગળ રોંગ સાઈડમાં કાર પાર્ક કરતા પાછળથી આવેલા ટ્રક-ટેન્કરે કારને હડફેટે લઈ લેતા એક યુવાનનો પગ ભાંગી જવા પામેલ અને અન્ય એકને ઈજા થવા પામી હતી.
મુળ પંજાબના સંગરૂરના પલાસૌર ગામના રહીશ હાલ કચ્છ-ભુજ ખાતે રહેતા હીંમતસીંઘ બલદેવસીંઘ સોહી (ઉ.36)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે બપોરના 1-30ના સુમારે બનેલી ઘટનામાં મધુવન હોટલ આગળ રોંગ સાઈડમાં કાર નં. પી.બી.26 એચ 8036માં પાછળથી એક અજાણ્યા ટ્રક ટેન્કર ચાલકે કારને હડફેટે લઈ લેતા હિંમતસિંઘના પગમાં ફ્રેકચર થવા પામ્યું હતું અને સાહેદ ભરતભાઈ ગમારાના પગના ઘુંટણમાં ઈજા થવા પામી હતી. વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy