ઉપલેટાના કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં કોલેરા વિરોધી વેક્સિન લગાવવા કેન્દ્રીય મંત્રી ડો. માંડવીયાનો આદેશ

Gujarat | Rajkot | 29 June, 2024 | 04:53 PM
જરૂર પડ્યે એઇમ્સની તબીબી ટીમની મદદ લેવા તેમજ તત્કાલ સ્કીનીંગ અને લોકજાગૃતિના કાર્યક્રમો યોજવા પણ તાકીદ: મંત્રી માંડવીયા દ્વારા ક્લેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક
સાંજ સમાચાર

રાજકોટ, તા.29
ઉપલેટા વિસ્તારમાં કોલેરાથી પાંચ બાળકોના મોત થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનાના રાજ્યભરમાં ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પોરબંદર સંસદીય વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવીયાએ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી, આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આ મામલે રિવ્યુ મીટીંગ યોજી હતી. 

જેમાં કોલેરાગ્રસ્ત ઉપલેટા વિસ્તારમાં સ્ક્રીનીંગ વેક્સિનેશન અને લોકજાગૃતિ માટેના કાર્યક્રમો યોજવા માટે અધિકારીઓને તાકિદ કરી હતી. તેની સાથોસાથ આ વિસ્તારમાં કોરોના વિરોધી  વેક્સિન લગાવવા પણ આદેશ આપ્યો હતો. 

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ પોતાના પંજાબના પ્રવાસ દરમ્યાન ઉપલેટા વિસ્તારમાં ફેલાયેલા કોલેરાના આ રોગચાળા અંગે ચિંતા વ્યકત કરી કલેક્ટર, આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી આ રીવ્યુ મીટીંગ યોજી હતી.

જેમાં ડો. માંડવીયાએ કોરોનાને લગતી આરોગ્ય વિભાગની જે એસઓપી છે તેનો ચુસ્ત રીતે અમલ કરવા તેમજ સતત સર્વેલન્સ ચાલુ રહે તે માટે વ્યવસ્થા ગોઠવવા આ ઉપરાંત જરૂર પડે એઇમ્સ રાજકોટની તબીબી ટીમની મદદ લેવા માટે અધિકારીઓને તાકિદ કરી જણાવ્યું હતું કે લોકોમાં ખાન-પાન અને સ્વચ્છતાની જાગૃતિ આવે તે દિશામાં તંત્ર જનજાગૃતિ અંગે પ્રયાસો કરે અને લોકો પાણીને ઉકાળીને પીવે, વાસી અને ગંદો આહાર ન લે તે માટે લોકોને માર્ગદર્શન આપવા ડો. માંડવીયાએ અધિકારીઓને જણાવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj