દુષ્કર્મના કેસમાં સમાધાન માન્ય નહી-તો ન્યાયનું વેચાણ ગણાય

India | 03 July, 2024 | 11:22 AM
ફરિયાદી-આરોપી વચ્ચેનું સમાધાન ફગાવતી દિલ્હી હાઇકોર્ટ : રેપનો કેસ ખોટો હોય તો મહિલા સામે કાર્યવાહી
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 3
રેપના એક કેસમાં આરોપી અને ફરિયાદી મહિલા વચ્ચે કોર્ટ બહાર થયેલી એક સમજૂતીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. સાથે જ કહ્યું હતું કે રૂપિયા લઈને થયેલી સમજૂતીના આધારે રેપના કેસોની ફરિયાદો રદ કરવા લાગીશું તો ન્યાયનું વેચાણ થયું ગણાશે માટે આવી કોઈ જ સમજૂતી ના સ્વીકારી શકાય.

આરોપીએ દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અપીલ કરી હતી, જેની સુનાવણી દરમિયાન આરોપીએ એવો દાવો કર્યો હતો કે ફરિયાદી મહિલાએ મારી સાથે ફરિયાદ પરત લેવા માટે દોઢ લાખ રૂપિયામાં સમજૂતી કરી લીધી છે. માટે આ ફરિયાદને રદ કરી દેવામાં આવે. જોકે હાઇકોર્ટે આ દલીલોને ફગાવતા કહ્યું હતું કે રેપના કેસમાં કોર્ટ બહાર સમજૂતી કરીને ફરિયાદ રદ કરવાની માગણી ના કરી શકાય.

હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વરણા કાંતા શર્માએ કહ્યું હતું કે શારીરિક છેડતી કે રેપના કેસોમાં રૂપિયા લઈને કરાયેલી સમજૂતીનો સ્વીકાર ના કરી શકાય. ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો હતો કે આરોપીએ પોતાની ઓળખ છુપાવી હતી અને પોતે છૂટાછેડા લઈ લીધા હોવાનો દાવો કર્યો હતો, બાદમાં મારી સાથે લગ્નનુ વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. 

કોર્ટે નોંધ્યું હતું કે જો આ કેસમાં મહિલા દ્વારા જુઠો કેસ દાખલ કરવામાં આવ્યો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ રેપના આ કેસમાં ફરિયાદ રદ કરવાની માંગ કરતી આરોપીની અપીલને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

ગુજરાત સહિત દેશભરના રાજયોમાં દુષ્કર્મના અનેક કેસો નોંધાતા હોય છે અને તે પૈકીના ઘણાં કેસોમાં સમાધાન કરી લેવામાં આવતુ હોય છે. આવા તબકકે દિલ્હી હાઈકોર્ટનો આ ચુકાદો દુરગામી અસરો સર્જે તેવી શકયતાનો ઈન્કાર થઈ શકતો નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj