ગોલકીપર ડિઓગો કોસ્ટાએ ત્રણ પેનલ્ટી બચાવતા પોર્ટુગલનો 3-0થી વિજય

પેનલ્ટી શુટઆઉટમાં પોર્ટુગલ કવાર્ટરમાં

World, Sports | 03 July, 2024 | 09:55 AM
સાંજ સમાચાર

ફ્રેન્કફર્ટ,તા.3
યુરો કપ 2024માં સોમવારે મધરાતે રમાયેલી મેચમાં પોર્ટુગલના પ્રથમ વખત નોકઆઉટ રમવા ઉતરેલી સ્લોવેનિયાની ટીમ સામે પેનલ્ટી શુટઆઉટમાં 3-0થી વિજય થયો હતો.

નિર્ધારિત સમયમાં અને ત્યારબાદ એકસ્ટ્રા ટાઈમમાં પણ બંને ટીમ એકપણ ગોલ નોંધાવી શકી ન હતી. જેને પગલે યુરો ચેમ્પીયનશીપ 2024માં સૌપ્રથમ વખત પેનલ્ટી શુટઆઉટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.

પોર્ટુગલના સ્ટાર ખેલાડી અને સુકાની ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, બ્રુનો ફર્નાન્ડિઝ અને બર્નાર્ડો સિલ્વાએ પેનલ્ટીમાં સફળતા મેળવી હતી. બીજી તરફ બિનઅનુભવી સ્લોવેનિયાન ટીમના જોસિલ ઈલિકિક, જયુર બાલ્કોવેક અને બેન્જામિન વર્બિકની પેનલ્ટી કીકને રોકવામાં પોર્ટુગલનો ગોલકીપર ડીઓગો કોસ્ટા સફળ રહ્યો હતો. ડિઓગો કોસ્ટાની મદદથી પોર્ટુગલનો પેનલ્ટી શુટઆઉટમાં પોર્ટુગલનો 3-0થી વિજય થયો હતો.

વિશ્વ ફુટબોલમાં 57મો ક્રમ ધરાવતી સ્લોવેનિયાની ટીમે પોર્ટુગલને હંફાવી હતી. મેચની નિર્ધારિત 90 મીનીટ સુધી બંને ટીમ એકપણ ગોલ નોંધાવી શકી ન હતી.

ત્યારબાદ એકસ્ટ્રા ટાઈમમાં 105મી મીનીટે પોર્ટુગલને પેનલ્ટી મળી હતી અને યુરો 2024માં એકપણ ગોલ નોંધાવી નહીં શકનાર પોર્ટુગલના સુકાની ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને ખાતું ખોલવાની તક મળી હતી. જો કે સ્વોલેનિયાના ગોલકીપર જાન ઓબ્લેકે ડાબી તરફ ડાઈવ મારીને ગોલ બચાવીને સ્લોવેનિયાને મેચમાં ટકાવી રાખ્યું હતું.

રોનાલ્ડો પેનલ્ટી ચૂકતા મેદાનમાં રડી પડયો હતો અને તે હાથ જોડીને ચાહકોની માફી માંગતો નજરે પડયો હતો. બાદમાં પેનલ્ટી શુટઆઉટમાં રોનાલ્ડોએ પ્રથમ કિક લેતા ગોલ ફટકારીને ગોલકીપર જોન ઓબ્લેક સામે હિસાબ બરાબર કર્યો હતો.

યુરો કપમાં એમ્બેપ્પે ગોલ કરતા માસ્કને લીધે ચર્ચામાં
ડયુસેલ્ડોર્ફ: ફ્રાન્સે તેના પાડોશી બેલ્જિયમ સામે નોકઆઉટ રાઉન્ડમાં 1-0થી જીત મેળવીને કવાર્ટરમાં સ્થાન પાકકું કરી લીધું છે. જાન વેર્ટોનઈનના 85મી મીનીટે આત્મઘાતી ગોલને લીધે બેલ્જિયમનો પરાજય થયો હતો. 

ફ્રાન્સના સબ્સ્ટીટયુટ ખેલાડી રેન્ડલ કોલો મુઆનીએ ફટકારેલો શોટ બેલ્જિયમના ખેલાડીના પગને સ્પર્શ્યો હતો અને સેલ્ફ ગોલ થયો હતો. ફ્રાન્સનો સુકાની આ વર્ષે ચેમ્પીયનશીપમાં તેના ગોલ કરતા તેના માસ્કને લીધે વધુ ચર્ચામાં છે.

ઓસ્ટ્રીયા સામેની પ્રથમ ગ્રુપ મેચમાં જ એમ્બેપ્પે કેવિન ડાન્સો સાથે ટકરાતા નાકમાં ગંભીર ઈજા થઈ હતી. એમ્બેપ્પેએ એક ગોલ કર્યો છે જયારે ત્રણ માસ્ક બદલ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj