"નો-કોડ’ ‘વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ લેન્ગવેજ આપી સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ ઝડપી અને સરળ બનાવતા મૂળ સૌરાષ્ટ્રના શિવમ પૂજારા

Local | Rajkot | 05 July, 2024 | 04:53 PM
સાંજ સમાચાર

 રાજકોટ:તા 5 
 સૌપ્રથમ તો ’કોડિંગ’ અને ’નો-કોડિંગ’ વચ્ચેનો તફાવત જાણવો જોઈએ. કોડિંગમાં કમ્પ્યુટરની ભાષામાં એક એક લાઈન લખવી પડે છે. જ્યારે ’નો-કોડ’માં ’વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ’નો ઉપયોગ થાય છે. આ બંને ટેકનોલોજી ‘એપ્લિકેશન’ બનાવવા માટે વપરાય છે.

રોજબરોજની બદલાતી ટેકનોલોજીના યુગમાં ’કોડિંગ’ ’આઉટડેટેડ’ થઈ રહ્યું છે, ‘નો-કોડ’ મેથડથી તમે તમારા વ્યાપાર વ્યવસાયને વધુ સરળતાથી વિકસાવી. તેવું મંતવ્ય અમેરિકા-સ્થિત ’મધુ-પા’ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ શિવમ પૂજારાનું છે. શિવમ પુજારા પ્રોડક્ટ ડિઝાઇન, ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ઇનોવેશનના નિષ્ણાત છે. તેઓ ટેકનોલોજી અને સફળતાના પ્રતીક એવા ’આઈકોનિક એન્ટ્રપ્રિનિયોર’ છે.

મૂળ સૌરાષ્ટ્રના અને હાલ અમેરિકાવાસી યુવાન શિવમ પૂજારા એક નો-કોડ સોફ્ટવેર કંપની ચલાવે છે. તેમણે ‘એનએફએલ ટીમ’, ’મિયામી ડોલ્ફીન્સ’, તેમજ ’સિલિકોન-વેલી’ની ‘વેન્ચર કેપિટલ ફર્મ્સ’ જેવી કે, ‘એડ્કેસ’ જેવા મોટા ગજાના ક્લાયન્ટ્સ સાથે કામ કર્યું છે. અગાઉ જેનું નામ ’ફેસબુક’ હતું એ ’મેટા’ જેવી વિશ્વ-વિખ્યાત કંપનીઓનું ‘ક્ધસલ્ટીંગ’ કર્યું છે.

યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા બર્કલી સ્કાયડેકના ‘એઆઇ-હેકેથોન’ની ‘મેન્ટરશીપ’ કરી છે. તેમણે અમેરિકાની વિખ્યાત વિલિયમ્સ કોલેજ તેમજ યુસી બર્કલીમાં અભ્યાસ કર્યો છે. શ્રી શિવમ પૂજારા ’નો-કોડ’ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ‘પ્રોડક્ટ ઈનોવેશન’ અને ’ડેવલપમેન્ટ’ ખાસ કરીને ’સોફ્ટવેર પ્રોડક્ટ્સ’માં માસ્ટરી ધરાવે છે. સોફ્ટવેરનું કોડીંગ એક લાંબી પ્રક્રિયા છે અને તેમાં ’બગ/એરર’ આવવાની ઘણી શક્યતા રહે છે. ‘નો-કોડ’ ‘વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ લેન્ગવેજ ‘પ્રોવાઈડ’ કરીને સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ ઝડપી અને સરળ 
બનાવે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj