♦આ છે ઉત્તરપ્રદેશની વ્યવસ્થા : અમુક ઘાયલો જ્યારે ટ્રોમા સેન્ટર પર પહોંચ્યા ત્યારે વીજળી ન હતી, અને ડોકટરો પર નહોતા - તેથી મૃત્યુ પામ્યા

ચપ્પલ, સેન્ડલ, પર્સ, કપડા અને મોબાઈલ દૂર-દૂર સુધી પથરાયેલા મળી આવ્યા, સત્સંગ સ્થળ બન્યું ‘સ્મશાન’

India | 03 July, 2024 | 12:11 PM
♦મૃતદેહની ઓળખ થતાં પોલીસે માઇક દ્વારા જાહેરાત કરી : લોકોએ મૃતદેહના ઢગલા વચ્ચેથી ચાલી પોતાના સ્વજનોને શોધવા પડ્યા : અતિ કરૂણ દ્રશ્યો સર્જાયા
સાંજ સમાચાર

હાથરસ: યુપીના હાથરસમાં સત્સંગમાં ફાટી નીકળેલી નાસભાગમાં 124 લોકોના મોત થયા હતા જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા. ‘ભોલે બાબા’ ઉર્ફે બાબા નારાયણ હરિની સંસ્થા દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મૃતકોમાં સાત બાળકો અને 100થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. આ કરૂણ અકસ્માત બાદ સત્સંગ સ્થળ સ્મશાનભૂમિ જેવું બની ગયું હતું. અહીં મૃતદેહોના ઢગલા જોવા મળતા હતા. 

રસ્તાની બાજુના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. તેમાં કાદવ થઈ ગયો હતો અને ભાગવાનો પ્રયાસ કરતી વખતે ભક્તો પાણી અને કાદવમાં ફસાઈ ગયા અને નીચે પડી ગયા. ભીડમાં દટાઈ ગયા. મહિલાઓ અને બાળકોના મોં અને નાક કાદવથી ભરાઈ જતાં, શ્વાસ રૂંધાઇ ગયો અને ઘટનાસ્થળે જ મોત થયું. ભીડમાં કચડાઈ જવાથી અને શ્વાસ રૂંધાવાને કારણે વધુ લોકોના મોત થયા છે. 

ખેતરોમાં લોકોના પગના નિશાન એક ભયાનક દ્રશ્ય કહી રહ્યા છે. મહિલાઓ અને બાળકોના ચપ્પલ, સેન્ડલ, પર્સ અને મોબાઈલ ફોન વેરવિખેર થઈ ગયા હતા. લોકો રસ્તાના કિનારે ચપ્પલ અને સેન્ડલના ઢગલા જોતા જોવા મળ્યા હતા. 

દુર્ઘટના પછી, ચીસો અને બૂમો વચ્ચે, મૃતદેહો અને ઘાયલોને સિકંદરૌના ટ્રોમા સેન્ટર અને એટાહની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા.
ડિવિઝનલ કમિશનર અલીગઢ ચૈત્ર વીનાએ કહ્યુંભોલેના બાબાના ચરણસ્પર્શની દોડમાં ભાગદોડ મચી ગઈ. આ અકસ્માત મંગળવારે બપોરે 2 વાગ્યાની આસપાસ થયો હતો. એ વખતે સત્સંગ પૂરો થઈ ગયો હતો અને ભીડ પોતાના વાહનો તરફ જઈ રહી હતી. પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં મૃતદેહો જોઈને સીએચસીના કર્મચારીઓ પણ ક્ષોભિત થઈ ગયા હતા. તેઓ સમજી શક્યા ન હતા કે કોણ મૃત અને કોણ ઘાયલ છે.

ઘણા દિવસો પહેલા બાબાના સેંકડો સેવકો સત્સંગની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતા.સિકંદરરાવ સ્થિત ટ્રોમા સેન્ટર અકસ્માત માટે તૈયાર નહોતું. અહીં વીજળી નહોતી અને ડોક્ટરો અને સ્ટાફ પણ નહોતો. ત્યાં ઓક્સિજન પણ ન હતો. ઇજાગ્રસ્તો રડતા-રડતા આવતા રહ્યા અને સારવારના અભાવે મૃત્યુ પામ્યા.

લગભગ 2.45 કલાકે ટ્રોમા સેન્ટરમાં મૃતદેહો અને ઈજાગ્રસ્તો આવવા લાગ્યા. સ્થિતિ એવી હતી કે સ્થળ પર ન તો ડોકટરો કે ન તો પેરામેડિકલ સ્ટાફ હાજર હતો. વીજળી પણ નહોતી. ભ્રમિત હાલતમાં પહોંચેલા ઘાયલોને ઓક્સિજનની જરૂર હતી, પરંતુ તે પણ ઉપલબ્ધ નહોતું. વીજળી ન હોવાને કારણે રૂમમાં પંખા બંધ થઈ ગયા હતા. રૂમોમાં અંધારું હતું.
 

જનરેટરમાં ડીઝલ ન હતું : ટ્રોમા સેન્ટર અને સીએચસીમાં જનરેટર છે પરંતુ જ્યારે તેને ચલાવવા માટે આવ્યા તો તેમાં ડીઝલ ન હોવાનું જાણવા મળ્યું હતું. મોડી સાંજ સુધી આરોગ્ય વિભાગ અને વહીવટી કર્મચારીઓ જનરેટર માટે ડીઝલની પણ વ્યવસ્થા કરી શક્યા ન હતા અને સમગ્ર કેમ્પસમાં અંધારપટ છવાઈ ગયો હતો.કલેકટર આશિષ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા, પરંતુ હાથરસના ડોક્ટર અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. જ્યારે ડીએમ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ જોઈ તો તેમણે નારાજગી વ્યક્ત કરી.

જ્યારે અમે સીએમઓ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે ડોક્ટરો ચાલ્યા ગયા છે. લગભગ બે કલાક સુધી મેડિકલ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી શક્યો ન હતો. સ્થિતિ એવી હતી કે ઘાયલોને સારવાર માટે એક થી બીજી હોસ્પિટલમાં ધક્કે ચડવવામાં આવી રહ્યા હતા. માઇક દ્વારા મૃદેહોની ઓળખની જાહેરાત કરાઈ : મૃતદેહની સંખ્યા એટલો મોટી હતા કે પોલીસ દ્વારા તેની જાહેરાત માઇક દ્વારા કરવામાં આવતી. પરિવારજનોએ પોતાના સ્વજનની શોધમાં મૃતદેહને ટપીને જવું પડતું હતું. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj