મુંબઈ, તા 3
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંતના લગ્ન પૂર્વે અંબાણી પરિવારે મુંબઈના પાલઘરમાં આર્થિક રીતે નબળાં વર્ગની 50 ક્ધયાઓ માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે મુકેશ અંબાણી સમગ્ર પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.
મુકેશ અને નીતા અંબાણીએ તમામ નવયુગલોને અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યાં હતાં. આ સમારોહ પ્રતિષ્ઠિત રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે યોજાયો હતો અને તેમાં યુગલોના પરિવારના સભ્યો, સ્થાનિક સામાજિક કાર્યકરો અને સમુદાયના પ્રતિનિધિઓ સહિત લગભગ 800 પ્રતિભાગીઓની હાજરી જોવા મળી હતી.
અંબાણી પરિવારે પરંપરાગત ઉત્સાહ અને માનવતાની સેવાના ગહન સંદેશ સાથે ઇવેન્ટની શરૂઆત કરી હતી.મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના પરિવારના સભ્યો સાથે ઉપસ્થિત હતા. પુત્ર આકાશ અંબાણી પત્ની શ્લોકા મહેતા સાથે અને પુત્રી ઈશા અંબાણી પતિ આનંદ પીરામલ સાથે યુગલોને ભેટ પણ આપી. અંબાણી પરિવારે આ પ્રસંગને બિરદાવ્યો અને વ્યક્તિગત રીતે દરેક દંપતિને શુભકામનાઓ પાઠવી હતી.
નવવધૂઓને સોનાના દાગીના મળ્યા હતા, જેમાં મંગળસૂત્ર, લગ્નની વીંર્ટી અને નાકની વીંટી, અંગૂઠાની વીંટી અને "પાયલ જેવાં ચાંદીના ઘરેણાંની સાથે. દરેક ક્ધયાને ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. તેણીના ’સ્ત્રીધન’ તરીકે 1.01 લાખ, તેણીની અંગત સંપત્તિનું પ્રતીક છે.
યુગલોને જરૂરી કરિયાવર અને એક વર્ષ માટે પૂરતી ઘરવપરાશની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. લગ્ન સમારોહ પછી, ઉપસ્થિતોને ભવ્ય રાત્રિભોજન આપવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત સૌ વચ્ચે આનંદ અને સહાનુભૂતિનું વાતાવરણ હતું. સમારોહમાં વરલી જતી દ્વારા પરંપરાગત તારપા નૃત્ય દર્શાવવામાં આવ્યું હતું.
નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, નવદંપતીઓને જોઈને ખુબ આનંદની લાગણી અનુભવું છું. આ પ્રસંગે તેમણે અનંત અને રાધિકાના શુભ લગ્નની વિધિઓ શરૃ થવાની જાહેરાત કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy