ઓસ્ટ્રેલિયાએ વિઝા ફીમાં શા માટે વધારો કર્યો છે ? ભારતીય વિદ્યાર્થીઓ પર વધારાની અસર શું થશે ?

India, World | 03 July, 2024 | 10:19 AM
સાંજ સમાચાર

મુંબઇ : 
જો તમે પણ ઓસ્ટ્રેલિયામાં ભણવા માંગો છો તો આ સમાચાર તમારા સપનાને ઝટકો મારશે. હકીકતમાં ઓસ્ટ્રેલિયાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે તેની વિઝા ફી બમણી કરી દીધી છે. સ્વાભાવિક છે કે હવે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે.

વિઝા માટે કેટલી ફી ચુકવવી પડશે ?
પહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 39,493.11 રૂપિયા હતી જે હવે વધીને 1600 ઓસ્ટ્રેલિયા ડોલર એટલે કે 88,998.56 રૂપિયા થઇ ગઇ છે. નવા નિયમો હેઠળ મુલાકાતીઓ કામચલાઉ ગ્રેજયુએટ વિઝા ધારકો અને હાલમાં ઓસ્ટ્રેલિયા રહેતા અન્ય વિઝા ધારકો સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવા પણ રહેશે નહીં.

આદેશ કયારે અમલમાં આવશે ? 
ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી કલેરઓ નીલે સોમવારે વિઝા ફીમાં વધારાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ ફેરફાર અત્યારથી જ લાગુ કરવામાં આવશે. આનો મતલબ કે 1 જુલાઇથી વિઝા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને વધુ ફી ભરવાની રહેશે.

ઓસ્ટ્રેલિયા વિઝા હવે કેટલા મોંઘા ? 
ઓસ્ટ્રેલિયામાં વિઝા માટે નવી ફી લાગુ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે ત્યાં જવું ખુબ મોંઘુ બની ગયું છે. તમે આ પણ સમજી શકો છો કે સ્ટુડન્ટ વિઝા માટે અમેરિકા 185 ડોલર (આશરે 15 હજાર રૂપિયા) અને કેનેડા લગભગ કેનેડિયન 150 (આશરે નવ હજાર રૂપિયા) ચાર્જ કરે છે. જયારે ઓસ્ટ્રેલિયા હવે અંદાજે 89 હજાર રૂપિયા ચાર્જ કરશે.

કારણ શું છે ?
માર્ચમાં જાહેર કરાયેેલ સતાવાર આંકડા મુજબ ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશનમાં 60%ની વૃધ્ધિ થઇ છે. તે 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં 548,800 લોકોની રેકોર્ડ ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. 2022-23માં સ્ટુડન્ટ વિઝા ધારકોની સંખ્યા 15 લાખ સુધી હતી. સરકાર તેને નિયંત્રિત કરવા માંગે છે. ઓસ્ટ્રેલિયન સરકારે સ્પષ્ટપણે કહ્યું કે તે નિયમોમાં ફેરફાર કરી રહી છે જેના કારણે ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓની ભીડ વધી રહી છે.

ઓસ્ટ્રેલિયન  સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે તે માત્ર ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહેલા વિદેશી અરજદારોની વિદ્યાર્થી વિઝા માટેની અરજીઓ પર વિચાર કરશે. જે અહીં અભ્યાસ કરવા માટે જ આવી રહ્યા છે.

ભારતીય વિદ્યાર્થીઓ પર કેટલી અસર?
સરકારી આંકડા અનુસાર 2022માં સંસ્થાઓમાં એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જાન્યુઆરી-સપ્ટેમ્બર 2023માં 1.22 લાખ ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા હતા. ગ્રેજયુએશન  પછી નવા નિયમો આવા વિદ્યાર્થીઓને અસર કરશે. તે જ સમયે નવા ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવા માંગે છે તેમને નવા વિઝા નિયમોનો સામનો કરવો પડશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj