ક્ષત્રીય આંદોલન સહિતના પાસાઓના પગલે સંવેદનશીલ મતદાન મથકોમાં 210નો વધારો

રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 1032 મતદાન મથકો સંવેદનશીલ: કલેકટર

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 25 April, 2024 | 03:56 PM
કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે વિશેષ બંદોબસ્ત મૂકાશે: શહેર-ગ્રામ્ય વિસ્તાર માટે અર્ધ લશ્કરી દળોની વધુ છ-છ કંપનીઓ માટે દરખાસ્ત: 50 ટકા બુથો પર વેબકાસ્ટીંગ થશે-કલેકટર પ્રભવ જોશી
સાંજ સમાચાર

રાજકોટ,તા.25
રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 2236માંથી 1032 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. આવા મતદાન મથકો ઉપર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી માટે વિશેષ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે તેમ કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું.

જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના આંદોલન સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી ગત ચૂંટણીની સાપેક્ષમાં આ વખતે સંવેદનશીલ મથકોની સંખ્યામાં 210નો વધારો થવા પામેલ છે.

સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવા માટે ચૂંટણી પંચે ખાસ ગાઈડલાઈન જાહેર કરી અલગ અલગ ક્રાઈટ એરીયા નિયત કરેલ છે. જે મુજબ આ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. જેમાં ગત ચૂંટણીમાં જયાં ઓછું કે ખુબજ વધુ મતદાન થયું હોય તેવા મતદાન મથકો પણ સંવેદનશીલની વ્યાખ્યામાં આવે છે.

આ ઉપરાંત આ વખતે ક્ષત્રિય આંદોલનનું ફેકટર પણ હોય આ સહિતના પાસાઓને લક્ષમાં રાખી આ રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના 1032 જેટલા સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. આવા મતદાન બુથો ઉપર કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વિશેષ સુરક્ષા કર્મચારીઓનો બંદોબસ્ત મુકવામાં આવશે.

આ ઉપરાંત 50 ટકા મતદાન બુથો ઉપર વેબકાસ્ટીંગ પણ કરવામાં આવશે. રાજકોટ લોકસભા બેઠક વિસ્તાર કે જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે ચૂંટણી બંદોબસ્ત માટે અર્ધ લશ્કરી દળોની વધુ છ-છ કંપનીઓ ફાળવવા માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે. તેમ પણ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.

રાજકોટ શહેર જીલ્લામાં આચારસંહિતાના અમલીકરણ માટે વિશેષ રૂપથી પગલા લેવામાં આવી રહ્યા છે. આગામી તા.7 મેનાં રાજકોટ લોકસભા બેઠકનું મતદાન થનાર હોય આ માટેની મોટાભાગની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી હોય મતદાન મથકો ઉપર મતદારો માટે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત એનસીસી કેડેટ વોલીએન્ટર્સ તરીકે ફરજ બજાવશે.

મતદાન મથકો ઉપર મતદાન કરવામાં મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. મતદારોની સુવિધા જળવાઈ રહે તે માટે ખાસ પગલા લેવાશે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં 70 ટકા મતદાનનો લક્ષ્યાંક વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવેલ છે.

આ માટે ગત ચૂંટણીમાં જયાં ઓછું મતદાન થવા પામેલ હતું તેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ તાપમાનનો સતત ઉંચકાતો પારો અને હીટવેવની આગાહીના પગલે મતદાન ઉપર અસર થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે તેની સામે ચૂંટણી તંત્રએ સતર્ક મતદાર જાગૃતિના કાર્યક્રમો પર જોર લગાવી દીધું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj