ભાજપ લીગલ સેલના કંટ્રોલ રૂમમાં મળ્યા 50 પ્રશ્નો, મુખ્યત્વે ઇવીએમ ધીમા ચાલવાની ફરિયાદો

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 07 May, 2024 | 05:28 PM
ભાજપ લીગલ સેલ દ્વારા આચારસંહિતાને લગતી સક્રિય કામગીરી : મતદાનના સંદર્ભમાં અનેકવિધ ફરિયાદો-પ્રશ્નોના વિષયમાં કરવામાં આવેલી ફરિયાદનો નિકાલ
સાંજ સમાચાર

બે મતદાન મથકમાં ઈવીએમ મશીન બદલાવતા તેટલો સમય દિવસના અંતે વધારવા માટે કલેક્ટર ઓફીસે હકારાત્મક વલણ દાખવેલ:કોટડા સાંગાણીના ચાંપાબેડા ગામે મતદાન થતુ અટકાવવાના પ્રયાસો થતા મદદનીશ ચૂંટણી અધિકારી ચક્રવર્તીનું ધ્યાન દોરવામાં આવ્યું

રાજકોટ, તા.7
રાજકોટ લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત ભાજપ લીગલ સેલના પ્રદેશ સહ ક્ધવીનર અનીલભાઈ દેસાઈ અને રાજકોટ ભાજપ લીગલ સેલના ક્ધવીનર પિયુષભાઇ શાહના નેતૃત્વ હેઠળ રાજકોટના 50 જેટલા એડવોકેટ્સ આજે સવારે પોતાના વિસ્તારમાં મતદાન પૂર્ણ કર્યા બાદ ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમમાં સવારથી જ કાર્યરત રહી આવેલા પ્રશ્નો અને ફરિયાદોનો કલેક્ટર અને પોલીસ તંત્ર સાથે સંકલન કરીને નિકાલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આશરે 50 જેટલા પ્રશ્નો આવેલ હતા. મુખ્યત્વે ઈવીએમ મશીન ધીમા ચાલવાની ફરિયાદો મહદઅંશે હતી. 

ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય 12 ઓળખ માટેના ઓળખકાર્ડ કે જે ચૂંટણી પંચે માન્ય કરેલા છે તેના સંદર્ભમાં અલગ અલગ પ્રિસાઈડીંગ ઓફીસરો અલગ અલગ અર્થઘટન કરતા હોવાના કારણે મતદારો મતદાનથી વંચિત ન રહે તેના બારામાં કલેક્ટરનું ધ્યાન દોરી આ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. મતદારો ભૂલથી મોબાઈલ ફોન સાથે લઈ ગયા હોય તો ચૂંટણી અને પોલીસ સ્ટાફ સાથે મતદારોને નાનો મોટો સંઘર્ષ થવા પામ્યો હતો. આ વિષયમાં મોબાઈલ સ્વીચ ઓફ કરીને મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા માટે અધિકારીઓએ સહમતી આપેલી હતી. બે મતદાન મથકમાં ઈવીએમ મશીન બદલાવવાની જરૂરીયાત ઉભી થવાના કારણે તેટલો સમય દિવસના અંતે વધારવા માટે કલેક્ટર ઓફીસે હકારાત્મક વલણ દાખવેલ છે. રાજકોટ જિલ્લામાં કોટડા સાંગાણી તાલુકામાં ચાંપાબેડા ગામે મતદાન થતુ અટકાવવાના પ્રયાસો થતા હોવાની અલગ અલગ ફરિયાદો મળી હોવાના કારણે મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી ચક્રવર્તીનું ધ્યાન દોરીને વધારાનો પોલીસ ફોર્સ મુકવા અને મતદારો નિર્ભય રીતે મતદાન કરે તેવું વાતાવરણ સર્જવા ધ્યાન દોર્યું હતું. 

ગુજરાત ભાજપ લીગલ સેલના પ્રદેશ સહ ક્ધવીનર અનીલભાઈ દેસાઈ અને રાજકોટ ભાજપ લીગલ સેલના ક્ધવીનર પિયુષ શાહના નેતૃત્વ હેઠળ, ડો.કિરીટ પાઠક, કમલેશભાઈ ડોડીયા, ડો.જીજ્ઞેશ જોશી, આબિદ સોસન, રાકેશ ગૌસ્વામી, શૈલેષ વ્યાસ, દિલસુખ રાઠોડ, મુકેશ પીપળીયા, અભિષેક શુક્લ, પારસ શેઠ, જસ્મીન ગઢીયા, રાહુલ મકવાણા, જીતેન્દ્ર પારેખ, મનીષ દવે, દિલેશ શાહ, જીતેન્દ્રગીરી ગોસ્વામી, મહેશ સખીયા, અજય જોશી, નીલેશ પટેલ, યશ ચોલેરા, જીતેશ રાઠોડ, અશ્વિનભાઈ મહાલીયા, સી.એચ.પટેલ, પી.સી.વ્યાસ, ભાવેશ રંગાણી, બાલાભાઈ સેફાતરા, બલરામ પંડીત, ધવલ પડીયા, હેમલભાઈ ગોહેલ, મુકેશભાઈ પંડ્યા, હેતુ જસાણી, યોગેશ રાઠોડ, રવિરાજસિંહ રાઠોડ, હિરેનભાઈ શેઠ, અમિત લોકવાણી, ચિરાગ શાહ, મયુરભાઈ ભટ્ટ, નેહા જોશી, સાગર હપાણી, વિજય જોશી સહિતના એડવોકેટશ્રીઓ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઉપસ્થિત રહ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj