દર પાંચ વર્ષે આવતા લોકશાહીના મહાપર્વે મતદાનની ફરજ અને અધિકાર સૌને યાદ રાખવા દેશહિતમાં નરેન્દ્રભાઇ સોલંકીની મતદારોને અપીલ

કમળ અને નરેન્દ્રભાઇને મત એટલે વિકસિત રાષ્ટ્રના નિર્માણને મત : નરેન્દ્રબાપુ

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 06 May, 2024 | 03:29 PM
◙ 64 વર્ષમાં ન થયા તે કામ ભાજપની કેન્દ્ર સરકારે 10 વર્ષમાં કર્યા : સમતોલ વિકાસ
સાંજ સમાચાર

◙ આયુષ્યમાન કાર્ડ ઘર ઘર માટે આશિર્વાદરૂપ : વિશ્વકર્મા યોજનાએ શ્રમજીવીઓને પગભર કર્યા

◙ નર્મદા અને સૌની યોજના થકી રાજકોટથી માંડી રણપ્રદેશના ખેડુતો પાણીદાર બન્યા : જળસંકટ દુર

◙ સમગ્ર વિશ્વ નરેન્દ્રભાઇની ચાણકય નીતિ પર આફરીન : પ્રધાન સેવકના હાથ મજબુત કરવાનો કાલે અવસર

રાજકોટ, તા. 6
દર પાંચ વર્ષે આવતી લોકસભાની ચૂંટણીમાં મત આપીને દેશને વિકાસની નવી ક્ષિતિજ પર પહોંચાડવાનો સુવર્ણ અવસર મતદારો માટે આવી ગયો છે. આવતીકાલ તા. 7ના મંગળવારે સવારે 7 થી સાંજથી 6 વાગ્યા સુધી તમામ લોકોને દેશ હિત કાજે સૌને મતદાન કરવા અને આપણો મત નરેન્દ્રભાઇ મોદી તથા કમળને શા માટે તેના કારણો સાથે  આ ચૂંટણી માત્ર ભાજપને જીતાડવા માટે નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણની ચૂંટણી હોવાનું જણાવી રાજકોટ સહિત રાજયના  મતદારોને નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) (મહંતશ્રી આપાગીગાનો ઓટલો)એ અપીલ કરી છે. 

આજે નરેન્દ્રબાપુ ‘સાંજ સમાચાર’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેઓએ આ મુલાકાતમાં વિશ્વગુરૂ  બનવા જઇ રહેલા ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાના પ્રયાસોમાં નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવાની અપીલ  કારણો સાથે કરી છે. છેલ્લા 64 વર્ષમાં નહીં થયેલા વિકાસ અને છેલ્લા દસ વર્ષમાં ભાજપ સરકારે કરેલા વિકાસની તુલના તેમને આધારો સાથે રજૂ કરી હતી. વર્તમાન અને દેશની ભાવિ યુવા પેઢીનું ભવિષ્ય પણ ઉજજવળ બનાવવા  તમામ નાગરિકો 100 ટકા મતદાન કરે તે અનિવાર્ય છે. 

રાજકોટ લોકસભાની ચૂંટણીમાં પક્ષ સાથે ખભેખભો મિલાવીને ભાજપ તથા નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીવાળી સરકારને પુન: વિજયી બનાવવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જનાર નરેન્દ્રબાપુએ વાતચીતમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદીને વિજયની હેટ્રીકની ભેટ આપવા સમગ્ર સમાજના મતદારોમાં જોરદાર ઉત્સાહ છે. મતદાન સૌની ફરજ અને સૌના અધિકાર છે.

નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારે 2014 થી 2024 સુધીમાં કરેલા કામોથી ગરીબ અને મધ્યમ વર્ગનો સમતોલ વિકાસ થયો છે. નાગરિકો માટે રૂા.10 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપતા આયુષ્યમાન કાર્ડ,  અયોધ્યામાં રામ મંદિર, નલ સે જલ યોજના, મફત રાશન સહિતના લાભ ભાજપ સરકારે લોકો સુધી પહોંચાડયા છે.  છ કરોડથી વધુ લોકો માટે આયુષ્યમાન કાર્ડ વાસ્તવમાં આયુષ્યમાન ભવ: જેવા આશિર્વાદ સાબિત થયા છે. 

પીએમ વિશ્વકર્મા યોજના પુરા દેશમાં શરૂ કરવામાં આવતા સમગ્ર શ્રમજીવી વર્ગ માટે આ યોજના આશિર્વાદરૂપ બની છે. 80 કરોડ ગરીબ પરિવારોને હજુ પાંચ વર્ષ મફત અનાજ મળવાનું છે. સોલાર યોજનાથી વિજળીનું બીલ બચશે અને હવે તો નરેન્દ્રભાઇએ તો પેટ્રોલ ખર્ચ પણ ઝીરો સુધી લઇ જવાનો ઇરાદો જાહેર કર્યો છે. નાના ખેડુતોના ખાતામાં રૂા. 6 હજાર, વિધવા બહેનોને 1250,  જન ધન યોજના હેઠળ કરોડો નવા બેંક ખાતા, તમામ યોજનાના લાભ સીધા ખાતામાં જમા થવા સહિતના લાભ માત્ર 10 વર્ષમાં પહોંચાડવામાં આવ્યા છે. 

સમગ્ર દેશમાં રોડ-રસ્તાની સુવિધા નમુનેદાર બની છે. 10 વર્ષથી નરેન્દ્રભાઇ મોદી પ્રજા માટે દિવસમાં 18-18 કલાક કામ કરી રહ્યા છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદા બંધની ઉંચાઇ વધારવા અને ગેટ મુકવા કેન્દ્ર સરકાર સામે ઉપવાસ આંદોલન કર્યુ હતું. છતાં કોંગ્રેસ સરકારે આ કામ કર્યુ ન હતું. ર014ની ચૂંટણી વખતે આપેલા વચન મુજબ પ્રધાનમંત્રી બનવા સાથે તેઓેએ સૌ પહેલું આ કામ પૂર્ણ કર્યુ છે.

નર્મદા બંધના કારણે ગુજરાત-સૌરાષ્ટ્રના ગામડાઓ પણ વિકસ્યા છે. સૌની યોજના અંતર્ગત રાજકોટથી માંડી કચ્છ સહિતના શહેરોને પાણીદાર બનાવવામાં આવ્યા છે. સમગ્ર રણ વિસ્તારમાં ખેડુતોને નર્મદાની કેનાલો દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યા છે. રાજકોટમાં તો વર્ષો સુધી રહેલો એક માત્ર ગંભીર પ્રશ્ન પીવાના પાણીનો ભુતકાળ બની ગયો છે. આજી ડેમમાં સૌપ્રથમ વખત સૌની યોજનાના પાણી ઠલવવા ખુદ નરેન્દ્રભાઇ મોદી રાજકોટ આવ્યા હતા. 

સમગ્ર વિશ્વમાં શકિતશાળી દેશો અને ત્યાંના શાસકો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુત્સદીગીરી અને ચાણકય નીતિના ચાહક છે. વિશ્વના દેશો વચ્ચે યુધ્ધની સ્થિતિમાં યુનો પણ તેઓને દરમિયાનગીરી કરવાની ભલામણ કરે છે.  આવા શકિતશાળી પ્રધાનમંત્રીને નવા પાંચ વર્ષ માટે કેન્દ્રમાં સત્તા સોંપીને મતદારોએ પોતાની ફરજ પૂરી કરવાની જરૂર છે. 

નરેન્દ્રભાઇએ પૂરી દુનિયામાં ભારતનું ગૌરવ વધે તેવું સ્થાન ઉભુ કર્યુ છે.
 ભારત વિશ્વગુરૂ બનવા જઇ રહ્યું છે. તમારા એક મતથી દુનિયામાં ભારતનું અર્થતંત્ર 11માંથી પાંચમા ક્રમે આવ્યું છે અને આ વખતે તમારા એક મતથી ભારત વિશ્વમાં ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે. અગાઉ માત્ર એક મતના વાંકે સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીજીની સરકાર પડી ભાંગી હતી. પરંતુ તે બાદ લોકોએ ભાજપને સંપૂર્ણ બહુમતી આપતા દેશ હિતમાં અનેક નિર્ણયો લઇ શકાયા છે.

હજુ સત્તા સંભાળ્યા બાદ કેટલાક મહત્વના નિર્ણય લેવાની તૈયારી પણ વડાપ્રધાનની છે. આથી કાલે મંગળવારે એકેએક મતદારને બુથ પર પહોંચીને નરેન્દ્રભાઇના હાથ મજબુત કરવા કમળના નિશાન પર બટન દબાવવા નરેન્દ્રબાપુએ હાકલ કરી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj