અબુધાબી-દુબઇમાં ફરી આંધી સાથે ભારે વરસાદ

World | 02 May, 2024 | 05:56 PM
અબુધાબીના માર્ગો જળબંબાકાર: કાર સહિતના વાહનો પાણીમાં ગરકાવ: દુબઇમાં પણ ભારે વરસાદથી અસર, સંખ્યાબંધ ફ્લાઇટો રદ: અનેક ડાયવર્ટ કરવી પડી
સાંજ સમાચાર

દુબઇ, તા.2
સંયુક્ત આરબ અમિરાતમાં અસામાન્ય વરસાદથી સર્જાયેલી ભારે તારાજીના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં હવે અબુધાબીનો વારો નીકળ્યો હોય તેમ આજે ભારે વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી. દુબઇમાં પણ ઘણા અંશે પાણી ભરાયા હતા અને જનજીવન પર વ્યાપક અસર થઇ હતી. 

અબુધાબી તથા દુબઇમાં આજે સવારે તોફાની પવન સાથેની આંધી વચ્ચે ભારે વરસાદ ખાબક્યો હતો પરિણામે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી અનેક વિમાનો રદ કરવામાં આવ્યા હતા અને દુબઇની બસ સેવા અટકાવી દેવામાં આવી હતી. દુબઇની પાંચ ફ્લાઇટોને ડાઇવર્ટ કરવામાં આવી હતી જ્યારે નવ ફલાઇટો કેનશનલ કરવામાં આવી હતી.

દુબઇની સરકારી એરલાયન્સ એમીરેટસ દ્વારા પણ સંખ્યાબંધ ફલાઇટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. લોકલ મીડિયાના રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું હતું કે આજે વહેલી સવારે એકાએક તોફાની પવન સાથે આંધી શરૂ થઇ ગઇ હતી. પરોઢીયે વિજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન ફુંકાવા લાગ્યો હતો અચાનક હવામાન પલ્ટાથી વહેલી સવારે લોકો ડઘાઇ ગયા હતા. વહેલી સવારે 4 વાગ્યે દુબઇના હવામાન વિભાગ દ્વારા વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

આવતીકાલ સુધી વરસાદી વાતાવરણ રહેવાની ચેતવણી આપવામાં આવી હતી. લોકોને સુરક્ષી સ્થાને રહેવા સલાહ આપવામાં આવી હતી.  રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે અબુધાબીના અનેક ભાગોમાં માર્ગો જળબંબાકાર બન્યા હતા જ્યારે જેબલઅલ્લી, અલ મકટોમ એરપોર્ટ, દુબઇ ઇન્ડસ્ટ્રીયલ સીટી, દુબઇ ઇન્વેસ્ટમેન્ટ પાર્ક સહિતના ભાગોમાં જળબંબાકાર સર્જાયો હતો. 

સંયુક્ત આરબ અમીરાત દ્વારા ગુરુવાર સુધી મધ્યમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને લોકોને ઘરેથી જ કામ કરવાની સલાહ આપવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે દુબઇમાં ગત સપ્તાહમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો હતો અને તેમાં ત્રણ લોકોના મોત થવા સાથે વ્યાપક તારાજી થઇ હતી અને જનજીવન સ્થગીત થઇ ગયું હતું. દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ ઓપરેશન નોર્મલ કરવામાં ઘણો સમય કવાયત કરવી પડી હતી અને ગત શનિવારથી જ બે અને ત્રણ નંબરના ટર્મીનલમાં વિમાની વ્યવહાર નોર્મલ થઇ શક્યો હતો આ વખતે પણ દુબઇ અને અબુધાબીના કેટલાક ભાગો પાણીમાં જ રહ્યા હતા હવે અબુધાબીમાં ભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને કારણે ફરી એક વખત વ્યાપક અસર રહેવાની આશંકા છે. અબુધાબીને મોટી ભાગનો માલ સામાન દુબઇ મારફત આવતો હોવાથી તેમાં પણ અસર થવાની આશંકા છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj