ગુજરાતી સિનેમાના રૂપેરી પડદે ફરીવાર લાગશે ચારચાંદ

શુક્રવારે રિલીઝ થશે એક્શન, કોમેડીથી ભરપુર ગુજરાતી ફિલ્મ "S2G2- A રોમેન્ટિક મિશન”

Entertainment | Rajkot | 08 May, 2024 | 05:25 PM
ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં: એક્ટર મૌલિક ચૌહાણ દ્વારા ફિલ્મમાં અપાશે સાઉથના ફિલ્મની એકશનની ઝલક
સાંજ સમાચાર

રાજકોટ, તા.8
હાલ બોલિવુડ ફિલ્મની સાથોસાથ ગુજરાતી ફિલ્મોનો પણ દર્શકો વર્ગ દિન પ્રતિદિન વધતો જતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક S2G2- Aરોમેન્ટિક મિશન‘ ગુજરાતી સિનેમાના રૂપેરી પડદે એક્શન, રોમાન્સ અને કોમેડીથી ભરપુર ફિલ્મ આવી રહી છે. આગામી તા.10 મે ને શુક્રવારના રોજ આ ગુજરાતી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

S2G2- A  રોમેન્ટિક મિશન‘ ફિલ્મના એક્ટર મૌલિક ચૌહાણ અને એક્ટ્રેસ કથા પટેલ આજરોજ ’સાંજ સમાચાર’ ની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ વિશે રસપ્રદ વાતો કરી હતી. એક્ટર મૌલિક ચૌહાણ અને એક્ટ્રેસ કથા પટેલએ ફિલ્મ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાકેશ શાહ દ્વારા દિર્ગદર્શિત આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં 25 દિવસમાં પૂરું કરવામાં આવ્યું હતું. સાથોસાથ ગુજરાતના મહત્વ સુંદર રમણીય સ્થળોને ફિલ્મમાં આવરી લેવામાં આવ્યા છે. જેના લીધે દર્શક મિત્રોને આપણા ગુજરાત રાજ્યની વિશેષતાઓ વિશે માહિતી મળશે.

વધુમાં એક્ટર મૌલિક ચૌહાણે જણાવ્યું હતું કે, હાલ દર્શકોને સાઉથની ફિલ્મોમાં દેખાડવામાં આવતા એક્શન સીન સૌથી વધુ ગમતા હોય છે. આથી મારા દ્વારા આ ફિલ્મમાં સાઉથની ફિલ્મ જેવા એક્શન સીન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. જેથી દર્શકો ગુજરાતી ફિલ્મમાં પણ સાઉથની ફિલ્મો જેવું એક્શન માણી શકે. આ એક્શન સીન માટે 4 થી 5 દિવસની ભરપુર ટ્રેનિંગ આપવામાં આવી હતી. એક્ટ્રેસ કથા પટેલ સાથે વાતચીત કરતા જણાવે છે કે, આ ફિલ્મ પૂરેપૂરી એક કાઠિયાવાડી થાળી જેવી છે.

જેમ કાઠિયાવાડી થાળીમાં તીખી, મીઠી, ખાટી સહિતની દરેક વસ્તુ આવરી લેવામાં આવે છે તેવી જ રીતે આ ફિલ્મ પણ એક્શન, કોમેડી, લવ સ્ટોરી, ઇમોશનલ તેમજ ખાસ કરીને પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી છે. વધુમાં ગુજરાતી સિનેમા વિશે વાત કરતા કહે છે કે, આજે ગુજરાતી સિનેમાનો ગ્રાફ ઘણો વધ્યો છે અને દર્શકોને અલગ-અલગ વિષયવસ્તુ ધરાવતી ફિલ્મો પસંદ આવી રહી છે. આ ફિલ્મ દર્શકોને ડિલાઈટફુલ રોમેન્ટિક એક્સપિરિયન્સ આપવાનું સંપૂર્ણ વચન આપે છે.

આ ફિલ્મમાં મુખ્ય બે ગીતમાં પ્રખ્યાત બોલીવુડ સિંગર જાવેદ અલી અને સંદીપ કુલકર્ણીના અવાજમાં સ્વરબદ્ધ ગીતો છે. ગીતમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે. એક ફિલ્મમાં વિવેક (મૌલિક ચૌહાણ) એક ફોટોગ્રાફર છે જે એક મિશન પર નીકળે છે પણ આ મિશન શું અને અને તેને આમ સફળતા મળે છે કે નહીં તે તો આ ફિલ્મમાં જ જોવા મળશે. ડાયરેક્ટર રાકેશ શાહ તેમજ અન્ય પ્રોડ્યુસર્સમાં મૌલિક પટેલ અને ધવલ પટેલ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મારડિયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરલીયા જેવાં જાણીતા કલાકારોએ અદભૂત કામગીરી દર્શાવી છે. ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરાયું છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj