જુનાગઢ તા.9
માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સણોસરા, સરાડીયા, કતકપરામાં બોગસ મતદાન થયાના આક્ષેપ કોંગીએ કર્યા છે અને આ ગામોમાં ફેર મતદાનની માંગ ચૂંટણીપંચ સમક્ષ કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે માણાવદર વિધાનસભાની પેટા ચુંટણીનું મતદાન 7મેનાં યોજાયેલ જેમાં સણોસરા, સરાડીયા, કતકપરા ગામોમાં મતદાન દરમ્યાન જે લોકો બહાર હતા તેઓના મતો પડી ગયા હોવાના આક્ષેપો ભાજપ સામે ફરીયાદ ચૂંટણીપંચ સમક્ષ કરવામાં આવી છે. જેમાં ફેર મતદાન કડક પોલીસ બંદોબસ્ત નીચે કરવાની ચુંટણીપંચ સમક્ષ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy