રાજકોટ, તા. 19
રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે બપોરના 1ર.39 કલાકના વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરી નોંધાવી હતી.
આ સમયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીએ જાહેરનામા મુજબ માત્ર પાંચ વ્યકિતઓને જ ચેમ્બરમાં ઉપસ્થિત રહેવા કોંગ્રેસના ઉમેદવાર સહિતના આગેવાનોને ટકોર કરી હતી.
આ સમયે શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ એવી ટકોર કરી હતી કે, ભેદભાવ શું કામ રાખો છો ? ભાજપના ઉમેદવારના નામાંકન સમયે ચેમ્બર ભરચક રહેવા પામી હતી જયારે અમારા ઉમેદવારના નામાંકન સમયે જ નિયમ બતાવી આવી ટકોર શું કામ ?
આ તકે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીની સામે હાથ લાંબો કરી તેઓને ટાઢા પાડયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે કોંગે્રસના ઉમેદવારના નામાંકન સમયે આજે પણ કલેકટર ચેમ્બરની બહાર ધકકામુકકી થવા પામી હતી. જોકે પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy