હવે વિરોધનો રેલો CM સુધી પહોંચી ગયો

ચુંટણીસભા કે બાળસભા! બાળકોને ભાજપની ટોપી પહેરાવાઈ

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 22 April, 2024 | 04:25 PM
હવે રમણલાલ વોરા પણ ધકકે ચડયા
સાંજ સમાચાર

રાજકોટ: ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે ગુજરાતમાં ભાજપના ચુંટણી પ્રચારમાં ‘સંખ્યા’ અંગે પણ પ્રશ્ન સર્જાય છે તેમાં પાટણ લોકસભા લડી રહેલા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની બાલેસણા ખાતાની જાહેરસભામાં અને તેમાં પુરતી સંખ્યા ન થતા અને ખુરશીઓ ખાલી રહે તે ખરાબ લાગે તે માટે સ્કુલના બાળકોને બેસાડી દેવાતા પણ ચુંટણી સભા કે ‘બાલસભા’ તેવી ચર્ચા જાગી છે.

બાળકોને બેસાડીને તેમને ભાજપની ટોપી પહેરાવી દેવાઈ હતી છતાં પણ ખુરશીઓ ખાલી જ રહી હતી. ચુંટણીમાં બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ હોય છે તે છતાં આ રીતે ખુદ સભામાં બાળકોને લવાતા હવે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ શકે છે.

સાબરકાંઠા વડાલી ખાતે તાલુકા ભાજપ ચુંટણી પ્રચાર કાર્યાલય ઉદઘાટન વખતે ક્ષત્રિય રાજપૂત સમાજ વિરોધ કરવા જતાં પોલીસે તેને રોકયા હતા. આ દરમિયાન ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સાથે પણ ક્ષત્રિયો સાથે ઘર્ષણ થયાના દ્રશ્યો પણ જોવા મળે છે. જો કે વડાલી પોલીસ દ્વારા વિરોધ કરવા આવતા પહેલાં એક વ્યક્તિને નજરકેદ કરી લીધો હતો.

જેથી વિરોધને આગળ વધતો અટકાવી શકાય. આ દરમિયાન નજરકેદ કેમ કર્યાના સવાલ સાથે રૂપાલાનો વિરોધ કરતા કાર્યાલય તરફ દોડી ગયા હતા. સાથે જ ‘રૂપાલા હાય હાય’ નો સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. રૂપાલાનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે પોલીસે અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન પર લઈ ગઈ હતી.

વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે વડોદરા આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ સ્થાનિક ક્ષત્રિયોએ દેખાવો કરીને વિરોધ નોંધાવ્યો હતો. જાહેરસભા પૂર્ણ કરીને મુખ્યમંત્રીનો કાફલો સુભાનપુરા ઝાંસી કી રાણી ગ્રાઉન્ડથી પરત ફરી રહ્યો હતો ત્યારે કાફલા સમક્ષ ધસી આવીને સૂત્રોચ્ચાર પોકારીને વિરોધ પ્રદર્શન કરી રહેલા સાત જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આજે મુખ્યમંત્રીની ચુંટણી પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અગાઉ વડોદરા લક્ષ્મીપુરા અને ગોરવા વિસ્તારના ક્ષત્રિય આગેવાનો તથા યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj