રાજકોટ તા. 19
ગુજરાતની 26 લોકસભા બેઠક માટે આગામી 7 મે ના રોજ યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. રાજકોટની સંસદીય બેઠક માટે કુલ 16 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, બહુજન મૂકિત પાર્ટી તથા અપક્ષોનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી માટે બપોરે 3 વાગ્યા સુધીની મુદત હતી અને ત્યાં સુધીમાં 16 ઉમેદવારોના 28 ફોર્મ રજૂ થયા હતા. ભાજપ અને કેાંગ્રેસના ઉમેદવારોએ 4-4 ફોર્મ રજૂ કર્યા હોવાથી 16 ઉમેદવારોના ઉમેદવારી પત્રકોની સંખ્યા 28 થઈ હતી.
સતાવાર રીપાર્ટ પ્રમાણે ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા અને મોહન કુંડારીયાએ ફોર્મ ભર્યા હતા. ત્યારે ભાજપમાંથી પરેશ ધાનાણી અને હેમાંગ વસાવડાના ફોર્મ રજૂ થયેલા છે. બહુજન સમાજ પાર્ટી ના ચમનભાઇ સવસાણી, બહુજન મૂકિત પાર્ટીના પ્રકાશ સિંધવ ના નામ છે. આ સિવાય અમરદાસ દેસાણી, ભાવેશ આચાર્ય, નયનકુમાર ઝાલા, નિરલકુમાર અજાગીયા, નરેન્દ્રભાઇ અમૃતલાલ સોની, જીજ્ઞેશભાઇ રાજેન્દ્રભાઈ લોહાર, રામજીભાઇ ગોવિંદભાઇ વેગડા, રૂડાભાઇ વાલજીભાઈ મેરાણ, ભાવેશ કાંતિલાલ પીપળીયા તથા સુભાષ અંબાશંકર પંડયાએ અપક્ષ ઉમેદવારી કરી છે. પરસોત્તમ રૂપાલા સામે આંદોલન વચ્ચે ક્ષત્રિય સમાજે 100થી વધુ ફોર્મ ભરવાનું જાહેર કર્યું હતુ. પરંતુ તેમના એક પણ ફોર્મ ભરાયા નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy