♦સુલતાનપુર પોલીસે ભ્રાન્તી ગજેરાની ફરિયાદ પરથી તેના પિતા રમેશ સાવલીયા, માતા રેખાબેન, બે અજાણ્યા સહિત 15 સામે ગુનો નોંધ્યો
રાજકોટ, તા.27
પ્રેમલગ્ન મંજુર નહોતા એટલે માવતર પક્ષે ટોળા સ્વરૂપે દીકરીના સાસરિયામાં જઈ, જમાઈ સહિતનાને ઢોર માર મારી દીકરીનું અપહરણ કર્યું હતું. ગોંડલના દેવડાથી કારમાં અપહરણ કર્યું, ખાંભા પહોંચતા પોલીસ સામે મળતા દીકરીને મુક્ત કરાવી હતી. ચાર કારમાં આરોપી ગયા હતા.
જેમાં એક કારમાં બેઠેલા આરોપી છટકી ગયા હતા. બાકીનાની અટકાયત કરવામાં આવી હતી. સુલતાનપુર પોલીસે દીકરીની ફરિયાદ પરથી રમેશ છગન સાવલીયા, રેખાબેન રમેશ સાવલીયા, કિરણબેન કમલેશ લીંબાણી, વિલાસબેન અશ્વિન સુહાગીયા, વિનુ કલ્યાણ સાવલીયા, હરેશ ભોળા સતાસીયા, કમળાબેન પ્રફુલ સાવલીયા, દયાબેન દલપત સાવલીયા, હસમુખ છગન સાવલીયા, રમેશ સોમાત જાદવ, ભરત હીંમત કુંભાણી, ભરત વાલજી કુંભાણી, હિતેષ નાગજી સાવલીયા અને બે અજાણ્યા માણસો સામે ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદ નોંધાવનાર ભ્રાન્તી અપુર્વ ગજેરા (ઉ.વ. 24, રહે. દેવડા ગામ, તા. ગોંડલ) મેં મારા માતા - પિતાની મરજી વિરૂધ્ધ બે મહિના પહેલા, ગોંડલ તાલુકાના દેવળા ગામના અપૂર્વ મહેશભાઇ ગજેરા સાથે પ્રેમ લગ્ન કરેલ. ગઇકાલે તા.26/6/2024 ના બપોર ચારેક વાગ્યે હું તથા મારા પતિ દેવડા ગામે, ઘરના રૂમમાં સુતા હતા અને મારા સાસુ સોનલબેન તથા નણંદ જીગીશાબેન ઘરે હતા. મારા સસરા વાડીએ ગયેલ હતા. મારા માતા - પિતા તથા પિયર પક્ષના સભ્યો સમાધાન કરવા આવવાના હતા.
અચાનક અમારા ઘરે અમારા રૂમનો દરવાજો જોરથી ધકકો મારી ખોલી નાખેલ અને મેં જોયુ તો મારા પિયર પક્ષમાંથી જામકા ગામના વિનુ સાવલીયા, હરેશ સતાસીયા, કિરણબેન લીંબાણી, વિલાસબેન સુહાગીયા બધા અમારા રૂમમાં આવી ગયેલ. મને કહેલ કે, તને અમારી સાથે ઘરે લઇ જાવી છે. જેથી મેં તેમની સાથે જવાની ના પાડતા આ મહિલાઓએ વાળ પકડીને મને બહાર ખેંચેલ. મારા પતિને આ પુરુષોએ અંદરને અંદર ઢીકા પાટુ મારવા લાગતા મારા પતિ તેના હાથમાંથી છટકીને બહાર નીકળી ગયેલ.
બહાર મારા પિતા રમેશભાઈ સાવલીયા તથા મારા મમ્મી રેખાબેન, કાકી કમળાબેન, ભાભુ દયાબેન, મોટાબાપુ હસખુખભાઈ, તાલડા ગામના સરપંચ રમેશભાઈ, મામા ભરતભાઈ કુંભાણી, દુરના મામા ભરતભાઈ કુંભાણી, હિતેષભાઈ સાવલીયા તથા તેની સાથે બીજા બે વ્યક્તિ જેને હું જોયે ઓખળી શકું તે બધા અમારા ઘરે આવીને મને તથા મારા પતિને તથા મારા નણંદને તથા મારા સાસુને આડેધડ શરીરે ઢીકા પાટુ મારવા લાગેલ અને મને ડેલી બહાર ખેંચતા હતા. મારા સસરા મહેશભાઇ આવી જતા તે વચ્ચે પડતા તેને પણ આ લોકો મારવા લાગેલ. મને ડેલી બહાર ઢસળી ગયેલ.
ત્યાં ચાર જુદી જુદી કાર પડેલ હતી. મને એક કારમાં બેસાડી દીધી હતી. પછી અમે ખાંભા નજીક પહોંચતા પોલીસ આવી જતા અમારી ગાડીને ખાંભા પોલીસ સ્ટેશન લઇ ગયેલ હતા. ત્યાં અમારી પાછળ આવતી મારા મામા હિતેષભાઈ સાવલીયા વાળી ગાડી રસ્તામાંથી ક્યાંક બીજી તરફ ચાલી ગઈ હતી. ખાંભા પોલીસ અમને બધાને સુલતાનપુર પોલીસ સ્ટેશન લઇ આવેલ. અહીં મારા પતિ તથા સસરા તથા સાસુ તથા નણંદ એમ બધા હાજર હતા.
સુલતાનપુર પોલીસે આઇપીસી કલમ 143, 147, 149, 323, 452, 365 મુજબ ગુનો દાખલ કર્યો હતો. હાજર તમામ આરોપીની અટકાયત કરી હતી જ્યારે ચોથી કાર જે હિતેશભાઈ ચલાવતા હતા. તેમાં બેસેલ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી.
♦ખાંભાના તાલડા ગામની યુવતીએ ગોંડલના દેવડા ગામના યુવક સાથે બે મહિના પહેલા જ લગ્ન કર્યા હતા, માવતરપક્ષે સમાધાન બેઠક માટે આવીશું તેમ કહ્યા બાદ અપહરણ કર્યું
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy